મધમાખીઓના ડંખ ઘણા કાતિલ હોય છે અને કેટલીક વાર તો મધમાખીઓનું ઝુંડ કોઇને વળગી પડ્યું હોય તેવી વ્યક્તિના મૃત્યુના બનાવો પણ બને છે, આવું હોય ત્યારે કોઇ વ્યક્તિ આખે આખો મધપૂડો જ પોતાના હાથ પર વીંટાળવાની તો કલ્પના પણ કઇ રીતે કરી શકે? પરંતુ ડોમિનિકન રિપબ્લિકન દેશના એક મધમાખી પાલકે આવું પરાક્રમ કરી બતાવ્યું હતું.
મધમાખી ઉછેરનો વ્યવસાય કરતા આ યુવાને એક આખે આખા મધપૂડાને પોતાના હાથ પર વીંટાળીને બીજી જગ્યાએ ખસેડ્યો હતો છતાં તેને માખીઓ કરડી ન હતી. આ માટેનું કારણ તે એવું આપે છે કે રાણી મધમાખીને તેણે પોતાની મુઠ્ઠીમાં પકડી લીધી હતી અને બીજી મધમાખીઓ જયાં પોતાની રાણી જાય ત્યાં તેને અનુસરે છે અને એ રીતે આ મધમાખીઓ શાંતપણે પોતાની રાણીની પાછળ પાછળ આવી હતી. લોકો ડરી જાય તે રીતે મધપૂડો ખસેડવાના આ કાર્યનો વીડિયો સોશ્યલ મીડિયા પર પણ ઘણો વાયરલ થયો હતો.