નવસારી : નવસારી (Navsari) વંદે માતરમ સોશિયલ ગ્રુપ દ્વારા ઇ-શ્રમ કાર્ડ (e-shram card) વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નવસારી સાંસદ સી.આર. પાટીલના (C R Patil) હસ્તે 5 હજારથી વધુના ઇ-શ્રમ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે શ્રમિકો માટે કાર્ડ બનાવવાની યોજના બહાર પાડી હતી. જે યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિકો માટે 8 હજાર કરોડથી વધુ રકમ ફાળવવામાં આવી છે. જે યોજનાનો લાભ શ્રમિકો મળે તેના માટે નવસારીમાં વિવિધ જગ્યાએ ઇ-શ્રમ કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. નવસારી વંદે માતરમ સોશિયલ ગ્રુપ દ્વારા રવિવારે ઇ-શ્રમ કાર્ડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં નવસારી સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે 5600 ઇ-શ્રમ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. જોકે શ્રમિક કાર્ડ બનાવવા માટે ઘણા બધા પુરાવાઓ માંગવામાં આવે છે. પરંતુ કોઈપણ વ્યક્તિ શ્રમિક યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે ઇ-શ્રમ કાર્ડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, નગરસેવિકા કૃતિકાબેન પાટીલ, પિયુષભાઇ ગજેરા, રમેશભાઈ વાળા સહીતના આગેવાનો તેમજ વંદે માતરમ ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા.
ચીખલીના તલાવચોરામાં લાભાર્થીઓને આયુષ્યમાન, ઇ-શ્રમિક કાર્ડનું વિતરણ
ઘેજ: ચીખલી તાલુકાના તલાવચોરામાં જગદીશ્વર મહાદેવજીના મંદિરના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે લાભાર્થીઓને આયુષ્યમાન ભારત કાર્ડ, ઇ-શ્રમિક કાર્ડ તેમજ વિધવા બહેનોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તલાવચોરામાં સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર, પૂર્વ પ્રમુખ ડો. અમીતાબેન, ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, મહામંત્રી જીગ્નેશ નાયક, ડો. અશ્વિન પટેલ, બાંધકામ અધ્યક્ષ દીપાબેન, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ગાંવિત, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઇ, તાલુકાના પ્રમુખ મયંકભાઇ અગ્રણી, બાબુકાકા સહિતનાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ૬૫ જેટલા આયુષ્યમાન ભારત કાર્ડ તથા ૨૦૦ જેટલા ઇ-શ્રમિક કાર્ડોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે નવસારી ચેમ્બર ઓફ કોમર્સના ભરત સુખડિયાના સહયોગથી વિધવા બહેનોને ૨૫૦ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તલાવચોરાના ડેપ્યુટી સરપંચ ડો. અશ્વિન પટેલે દાતાઓ પ્રત્યે પણ આભારની લાગણી વ્યકત કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડો. અમીતાબેને કર્યું હતું.