અહીં આપણે સ્વાર્થી, તકસાધુ કે સ્ત્રી-લોલુપ જેવા સેવકરામની વાત કરીશું. આવા સેવકરામ મોટા શહેરમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. ‘‘તમારે લાઈટબીલ, ગેસબીલ વગેરે ભરવું હોય તો મને આપશો, હું ભરી આવીશ. કાંઈ લાવવું, મૂકવું હોય તો પણ કહેજો. (આવો સેવકરામ ખાસકરીને ઘરની કોઈ સ્ત્રીને જ આવી ઓફર કરતો જોવા મળે, પુરુષને નહીં.) જે સ્ત્રી ‘એક પર એક ફ્રી’ની ખાસ પ્રશંસક હોય છે તે આવા સેવકરામને બહાને ઘૂસી જઈને ખાસ કરીને બહેનોની જ સેવા કરતા જોવા મળે છે.
બહેન તમારા ગ્લાસમાં પાણી નથી. હમણાં જ લાવી આપું. તમારી પાસે વાટકી નથી, લાઉં છું. કેટલીકવાર સમારંભમાંથી વધેલી આઈટેમ થેપલા, મિઠાઈ વગેરે ઘરે લઈ આવીને આજુબાજુવાળી બહેનોને પ્રસાદી તરીકે આપીને પોતાના ખાતામાં સેવા ધર્મ (?!) જમા કરાવે છે. ખાવાની ચટાકેદાર બહેનોને ભોજન સમારંભોની માહિતી પણ ક્યારેક આપે. આવા નકલી સેવકો મોટે ભાગે આધેડ વયના હોય છે.
ઘરમાં પત્ની સાથે સુમેળ હોતો નથી. અવારનવાર વ્રત-ઉપવાસ કરતી પત્નીથી પરાણે બ્રહ્મચર્ય (?! બ્રહ્મચર્ય એ ભ્રામક શબ્દ છે. એવુ સેક્સોલોજીસ્ટો કહે છે.) પાડવું પડે છે. તેઓ આવી પ્રવૃતિ થકી બહેનો સાથે સંપર્ક કેળવીને વિકૃત આનંદ મેળવતા હોય છે. બહેનોને ખાસ વિનંતી છે કે વર્ષો જૂનો ઘર ગૃહસ્થી સંસાર છિન્નભિન્ન થતો અટકાવવા માટે આવા સ્વાર્થી-લોલૂપ સેવકથી બચવું જોઈએ. સારું પાસું પણ છે, કે બીજા અનેક સેવકો સારા, સાચા અને નિસ્વાર્થી પણ હોય છે. સ્વાર્થ અને નિ:સ્વાર્થ એક જ સિક્કાની બે બાજુઓ જ કહેવાય ને?!
અડાજણ – રમેશ એમ મોદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે