SURAT

સુરત: ‘આગળ મુકી દઉ’ કહીને વૃદ્ધાને બળજબરીપૂર્વક રિક્ષામાં બેસાડ્યા બાદ લૂંટી લીધા

સુરત : રાંદેર (Rander) ખાતે રહેતી વૃદ્ધાને અજાણ્યા રિક્ષા (Auto) ચાલકે બળજબરી ‘આગળ મુકી દઉ’ કહીને રિક્ષામાં બેસાડી હતી. રિક્ષામાં બેસાડીને અજાણ્યાઓએ તેમના ગળામાંથી તેમને પકડી રાખી સોનાની ચેઈન ખેંચી તેમને ઉતારી નાસી ગયા હતા. રાંદેર પોલીસે (Police) આ અંગે ફરિયાદ (Complaint) નોંધી વધારે તપાસ હાથ ધરી છે. આ આખા કેસમાં હાસ્યાસ્પદ બાબત એ છે કે ચેઇન સ્નેચિંગ કરીને ભાગતો આરોપી મેરૂલક્ષમી મંદિર પાસે ભાગ્યો હોવાનું ત્યાં હાજર પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ચેઇન સ્નેચર ટોળકીની પણ ભમતી હોય તેમ સામે જ સાદા વેશમાં પોલીસને ઓળખી શકી ન હતી. સાદા વેશમાં હાજર પોલીસે રીક્ષા અટકાવીના આરોપીને પકડી લીધો હતો.

  • રિક્ષામાં અગાઉથી બે અજાણ્યા અને એક મહિલા બેસેલી હતી
  • સ્નેચિંગ કરીને ભાગી રહેલો આરોપી સાદા વેશમાં ઉભેલા પોલીસને ઓળખી નહીં શકતા પકડાઇ ગયો
  • વૃદ્ધાએ રિક્ષામાં બેસવાની ના પાડતા રિક્ષા ચાલક બેસવા માટે બળજબરી કરવા લાગ્યો

રાંદેર ખાતે ગંગાનગર સોસાયટીમાં રહેતી 70 વર્ષિય વિધવા જશુબેન અમરતભાઈ પટેલ ગુજરાન ચલાવવા માટે વહુ દ્વારા બનાવેલી રોટલીઓનું રોજ હોટેલમાં પાર્સલ આપવા જાય છે. વૃદ્ધા આજે બપોરે રોટલીનું પાર્સલ લઈને પાલનપુર પાટિયા પાસે આવી હતી. ત્યારે આશરે 25 વર્ષીય અજાણ્યા રિક્ષા ચાલકે તેમની પાસે આવીને ‘તમે રિક્ષામાં બેસી જાઓ, આગળ મુકી દઉં’ કહતા વૃદ્ધાએ રિક્ષામાં બેસવાની ના પાડતા રિક્ષા ચાલક બેસવા માટે બળજબરી કરવા લાગ્યો હતો.

રિક્ષામાં અગાઉથી બે અજાણ્યા વ્યક્તિ અને એક મહિલા બેસેલી હતી. વૃદ્ધાને રિક્ષામાં બેસાડી આગળ લઈ ગયા હતા. અને વૃદ્ધાના ગળામાંથી એક અજાણ્યાએ ચેઈન ખેંચવા પ્રયાસ કર્યો હતો. વૃદ્ધા સમજી ગઈ તો તેણે અટકાવવા જતા અજાણ્યા બંને પુરૂષો અને મહિલાએ દબાવીને પકડી રાખી પાછળ બેસેલા વ્યક્તિએ ગળામાંથી સોનાની આશરે બે તોલાની 60 હજારની ચેઈન ખેંચી લીધી હતી. અને વૃદ્ધાને સોના હોટલની પાસે ઉતારીને ભાગી ગયા હતા. વૃદ્ધાએ બૂમાબૂમ કરતા રાહદારીઓએ તેમની મદદ કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં તેમણે પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરતા ચેઇન સ્નેચર ટોળકીના એકને પોલીસે પકડી લીધો હતો.

Most Popular

To Top