2026 ઓસ્ટ્રેલિયન ઓપનની મહિલા સિંગલ્સ ફાઇનલ 31 જાન્યુઆરીના રોજ રોડ લેવર એરેના ખાતે વિશ્વની નંબર 1 એરિના સબાલેન્કા અને કઝાકિસ્તાનની એલિના રિબાકીના વચ્ચે રમાઈ હતી. આ ફાઈનલ ફક્ત ત્રણ સેટમાં સમાપ્ત થઈ હતી. ચાહકોને અપેક્ષા હતી કે એરિના સબાલેન્કા મેચ પર પ્રભુત્વ મેળવશે પરંતુ તેના બદલે તે એલિના રિબાકીનાથી સંપૂર્ણપણે અભિભૂત દેખાઈ અને ફાઇનલ મેચ 2-1ના માર્જિનથી હારી ગઈ. એલિના રિબાકીના ઓસ્ટ્રેલિયન ઓપન જીતનારી કઝાકિસ્તાનની પ્રથમ ખેલાડી છે. આ તેના કારકિર્દીનો માત્ર બીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે જેણે અગાઉ 2022માં વિમ્બલ્ડન જીત્યું હતું.
એરિના સબાલેન્કા અને એલિના રિબાકીના વચ્ચે ઓસ્ટ્રેલિયન ઓપન 2026 મહિલા સિંગલ્સ ફાઇનલનો ઉલ્લેખ કરતા રિબાકીનાએ પહેલો સેટ 6-4ના માર્જિનથી જીત્યો હતો, જેમાં તેણે 1-0ની લીડ મેળવી હતી. બીજા સેટમાં એરિના સબાલેન્કાએ શાનદાર વાપસી કરી રિબાકીનાને કઠિન મુકાબલો આપ્યો અને 6-4થી જીત મેળવીને મેચ 1-1થી બરાબર કરી દીધી. બધાની નજર હવે ત્રીજા સેટ પર હતી જ્યાં સબાલેન્કા પોતાનો લય જાળવી શકી નહીં અને 6-4થી હારી ગઈ, જેના કારણે એલિના રિબાકીના 2-1ના માર્જિનથી મેચ જીતી ગઈ હતી.
સબાલેન્કાએ જીત મેળવી હતી
એલિના રિબાકીનાનો સામનો અગાઉ 2023 ઓસ્ટ્રેલિયન ઓપનના સિંગલ્સ ફાઇનલમાં સબાલેન્કા સામે થયો હતો જે મેચ તેણીએ જીતી હતી. આ ટાઇટલ મેચ સાથે રિબાકીનાએ તેની પાછલી હારનો બદલો લીધો. રિબાકીના 2008માં મારિયા શારાપોવા પછી ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા સિંગલ્સ ટાઇટલ જીતવાના માર્ગ પર ટોચના 6 ખેલાડીને હરાવનારી બીજી ખેલાડી છે.