દેશના 75માં વર્ષના સ્વાતંત્ર દિન નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. દેશવાસીઓ ઘરે ઘરે આવી રહ્યા છે ત્યારે દેશભક્તિ નો આ ઉત્સાહ સાત સમંદર પાર વિદેશની ધરતી ઉપર પણ જોવા મળી રહ્યો છે. ભારતના 75 માં વર્ષના આઝાદીના આમ મહોત્સવને વિશ્વના અનેક દેશોએ વધાવી લીધો છે. મુસ્લિમ દેશોએ ભારતને 75 માં સ્વતંત્ર દિનની શુભેચ્છા પાઠવી છે તો બીજી તરફ અનેક દેશોએ પોતાના લેન્ડમાર્ક સ્થળોને તિરંગાની લાઇટિંગ સજાવ્યા છે.ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ઓપેરા હાઉસને તિરંગા ની લાઇટિંગથી સજાવવામાં આવતા ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય માં ઉત્સાહાની લાગણી પ્રસરી ગઈ છે.
મૂળ સુરતના જીએસટી એડવોકેટ અને છેલ્લા કેટલાક વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા હિમાંશુ જોશી એ કહ્યું કે દેશથી દૂર છે પણ અહીં જે રીતે ઓસ્ટ્રેલિયન સરકારે ઉજવણીની વ્યવસ્થા કરી છે તે જોતા એવું લાગતું નથી કે અમે ભારતમાં નથી. સિડની ના ઓપેરા હાઉસ ની જેમ મેલબોર્ન અને કેટલાય લેન્ડમાર્ક સ્થળો પર તિરંગાના સ્વરૂપમાં લાઇટિંગ અને સજાવટ કરવામાં આવી છે. ભારતીયો ઓપેરા હાઉસ પર સાંજથી જ પહોંચી ગયા હતા અને દેશથી દૂર દેશની આઝાદીના 75 માં સ્વતંત્ર દિનની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. લોકો એકબીજાનું મોઢું મીઠું કરી ઉજવણી કરી હતી.
મુસ્લિમ દેશોએ ભારતને પાઠવી શુભેચ્છા
ભારતના 75 માં સ્વાતંત્ર દિનની ઉજવણી વિશ્વભરમાં ચાલી રહી છે. અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા આફ્રિકા દુબઈ સહિતના અનેક દેશોમાં વસતા ભારતીય ગૌરવભેર 75 માં સ્વતંત્ર દિનની ઉજવણી કરી રહ્યા છે. વિદેશની સરકારો પણ ભારતીય અને તેઓના ઇન્ડિપેન્ડન્સ ની ઉજવણી માટે સગવડો કરી આપી રહી છે ત્યારે બીજી તરફ મુસ્લિમ દેશોએ પણ ભારતને શુભેચ્છાઓ પાઠવી છે. ઈરાનમાં આજે ભારતીય રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું. સાઉદી અરબના કિંગ દ્વારા ભારતીય વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને શુભેચ્છા આપવામાં આવી હતી. દુબઈના ઉપ વડાપ્રધાન દ્વારા પણ શુભેચ્છા સંદેશો મોકલવામાં આવ્યો હતો.