National

આ વર્ષે ધનતેરસના દિવસે ત્રિપુષ્કરનો શુભ સંયોગ: આ મુહૂર્તમાં લક્ષ્મી માતાની પૂજા કરવાથી ત્રણ ગણું ફળ મળશે…

આજે રમા એકાદશીની સાથે દીપાવલી (Diwali) પર્વનો પ્રારંભ થયો છે. આ વર્ષે રમા એકાદશી અને વાઘ બારસની તિથિ સોમવારે એટલે આજે એક જ દિવસે છે. એક જ દિવસમાં બે તિથિનો સમન્વય થયો છે. ઉદિત તિથિ અનુસાર સોમવારે આસો વદ અગિયારસ, એટલે કે રમા એકાદશી મનાવાશે, જ્યારે બપોરે 1.22 વાગ્યા પછી વાઘ બારસનો પ્રારંભ થયો છે.

વાઘબારસ બાદ મંગળવારે ધનતેરસ (Dhanteras) છે. આ વર્ષે ધનતેરસના રોજ ત્રિપુષ્કર યોગનો શુભ સંયોગ રચાઈ રહ્યો છે. શાસ્ત્રોનુસાર આ યોગમાં જે કામ કરો એનું ત્રણ ગણું ફળ મળે છે, જેથી મોટાં રોકાણો, સોના-ચાંદીમાં કે ઈલેક્ટ્રિક ઉપકરણોની ખરીદી લાભપ્રદ બનશે. સૂર્ય, મંગળ અને બુધ તુલા રાશિમાં એકસાથે સમન્વય કરશે. આ યોગને રાજયોગ જેટલો વિશેષ માનવામાં આવે છે.

भगवान धन्वंतरि का यह पौराणिक मंत्र देगा आरोग्य का वरदान

સમુદ્રમંથન ભગવાન ધન્વંતરિ કળશમાં અમૃત લાવ્યા હતા

ધન્વંતરિ આ દિવસે પ્રકટ થયા હતા, જેના કારણે આ દિવસને ધનતેરસ કહેવામાં આવે છે. સમુદ્ર મંથનમાં ભગવાન ધન્વંતરિ કળશમાં અમૃત લઇને આવ્યા હતા, એટલે આ દિવસે ધાતુનાં વાસણ ખરીદવામાં આવે છે.  ધન્વંતરિ અને કુબેરની ઉપાસના ભગવાન ધન્વંતરિ વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે, જેમણે તેમના હાથમાં અમૃત કળશ પકડ્યો છે. તેમને પીળી વસ્તુ ગમે છે, એટલે કે પિત્તળ અને સોનું ગમે છે, તેથી ધનતેરસે પિત્તળ અથવા સોનું અથવા કોઈપણ અન્ય ધાતુની વસ્તુઓ ખરીદવામાં આવે છે. ધનતેરસે સાંજે લક્ષ્મી અને કુબેરની પૂજા અને યમ દીપદાન સાથે ખરીદી માટે શ્રેષ્ઠ સમય રહેશે. ધનતેરસના દિવસે ખરીદદારીની પરંપરા હોવાથી આખો દિવસ ખરીદી કરી શકાય છે.

ધનતેરસના દિવસે પૂજા માટેનો શ્રેષ્ઠ સમય
ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ અને કુબેરની પૂજા થાય છે. આ દિવસે સાંજે પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા પણ જરૂર કરવી છે. ત્યારે ધનતેરસ પૂજનમાં વિશેષ ફળની પ્રાપ્તિ કરવા માટે પ્રદોષ કાળ અને વૃષભ લગ્નમાં સાંજે સાંજે 7.15 વાગ્યાથી રાત્રે 9.08 અને રાત્રે 12.24થી 5.06 સુધીનું મુહૂર્ત શ્રેષ્ઠ રહેશે. આ મુહૂર્તમાં લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ.

बचना चाहते हैं अकाल मृत्यु से तो धनतेरस की शाम इस विधि से यमराज के लिए करें  दीपदान

ધન્વંતરિની આ રીતે પૂજા કરવાથી વધુ લાભ મળે છે.

  • પૂજામાં પ્રકટાવેલ દીવામાં ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઇએ.
  • ભગવાન ધન્વંતરિને ઔષધીઓ ચઢાવવી જોઇએ. ઔષધીઓને પ્રસાદ તરીકે ખાવાથી બીમારીઓ દૂર થાય છે.
  • ભગવાન ધન્વંતરિને કૃષ્ણા તુલસી, ગાયનું દૂધ અને માખણનો ભોગ ધરાવવો જોઇએ.
  • સૂર્યાસ્ત પછી યમરાજ માટે દીપદાન જરૂર કરવું જોઇએ.
  • લોટથી બનેલો ચૌમુખો દીવો બનાવવો જોઇએ. એમાં સરસિયાનું કે તલનું તેલ રાખીને ઘરની બહાર દક્ષિણ દિશામાં રાખવો જોઇએ.
  • આ રીતે યમરાજ પાસે પરિવારના લાંબા આયુષ્યની કામના કરવી જોઇએ.
  • સ્કંદ પુરાણ પ્રમાણે ધનતેરસના દિવસે યમદેવ માટે દીપદાન કરવાથી પરિવારમાં અકાળ મૃત્યુનો ભય રહેતો નથી.

Most Popular

To Top