Business

600Km રેન્જ અને 31 મિનિટમાં ફુલ ચાર્જ! ભારતમાં લોન્ચ કરવામાં આવી આ શાનદાર ઇલેક્ટ્રિક કાર

નવી દિલ્હી: ભારતીય (India) બજારમાં એકથી વધુ ઈલેક્ટ્રિક કાર (Electric Car) સતત લોન્ચ (Launch) થઈ રહી છે. દરમિયાન જર્મનીની અગ્રણી ઓટોમોબાઈલ (Automobile) ઉત્પાદક ઓડીએ (Audi) પણ આજે તેના વાહન પોર્ટફોલિયોને અપડેટ કરીને નવી ઈલેક્ટ્રિક કાર ઓડી Q8 ઈ-ટ્રોન (Audi Q8 e9tron) લોન્ચ કરી છે. આકર્ષક દેખાવ અને પાવરફુલ બેટરી પેકથી સજ્જ આ કારનું સ્પોર્ટબેક વર્ઝન પણ લોન્ચ કરવામાં આવ્યું છે. તેની બેટરી ફાસ્ટ ચાર્જરની મદદથી માત્ર 31 મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે. કુલ 4 વેરિઅન્ટમાં આવતી આ કારના બેઝ મોડલની કિંમત 1.14 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે. કંપનીએ તેનું સત્તાવાર બુકિંગ પણ શરૂ કરી દીધું છે, જેના માટે ગ્રાહકોએ 5 લાખ રૂપિયા જમા કરાવવા પડશે.

કંપનીએ Audi Q8 e-tron ને બે અલગ અલગ બેટરી પેક સાથે રજૂ કર્યું છે. એક વેરિઅન્ટમાં 95kWh ક્ષમતાનો બેટરી પેક મળે છે જે 340bhpનો પાવર અને 664Nmનો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે બીજો બેટરી પેક 114kWhનો છે, જે 408bhpનો પાવર જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે આ કાર સિંગલ ચાર્જમાં 600 કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપવામાં સક્ષમ છે. તેની બેટરી 170 kW ક્ષમતાના DC ફાસ્ટ ચાર્જરની મદદથી માત્ર 31 મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે.

Audi Q8 e-tron બે અલગ-અલગ બોડી પ્રકારમાં રજૂ કરવામાં આવી છે, એક SUV વર્ઝન અને બીજું Sportback છે, આ કાર કુલ 9 એક્સટીરિયર અને ત્રણ ઈન્ટિરિયર શેડ્સમાં ઉપલબ્ધ હશે. બાહ્ય રંગો વિશે વાત કરીએ તો, ગ્રાહકો મડેઇરા બ્રાઉન, ક્રોનોસ ગ્રે, ગ્લેશિયર વ્હાઇટ, માયથોસ બ્લેક, પ્લાઝમા બ્લુ, સોનેરા રેડ, મેગ્નેટ ગ્રે, સિયામ બેજ અને મેનહટન ગ્રેમાંથી પસંદ કરી શકે છે. બીજી તરફ, આંતરિક થીમમાં ઓકાપી બ્રાઉન, પર્લ બેજ અને બ્લેક કલર્સનો સમાવેશ થાય છે.

ઓડીનો નવો 2D લોગો Q8 e-tron માં પણ આપવામાં આવ્યો છે જે ઘન સફેદ રંગ સાથે આવે છે. આગળ અને પાછળના બમ્પરને વધુ આક્રમક સ્ટાઇલ આપવામાં આવી છે અને આગળની ચિન હવે ચળકતા કાળા રંગમાં આવે છે. આ ઇલેક્ટ્રિક કારમાં, કંપનીએ નવી ડિઝાઇનના 20-ઇંચના એલોય વ્હીલ્સ આપ્યા છે, જે અગાઉ પણ ઉપલબ્ધ હતા.

Most Popular

To Top