National

વડાપ્રધાનને મળેલી ભેટો: નેતાજીની મોડેલ પ્રતિમા, ગણેશ મૂર્તિ, ત્રિશૂળ હરાજીમાં મૂકાશે

નવી દિલ્હી: શિલ્પકાર અરૂણ યોગીરાજ દ્વારા તૈયાર કરવામાં આવેલ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાની પ્રતિકૃતિ અને કોમનવેલ્થ ગેમ્સના મેડાલિસ્ટોના સ્પોર્ટિંગ સ્મૃતિચિન્હો કે જે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીને ભેટ (Gift) આપવામાં આવ્યા હતા તેમનો સમાવેશ શનિવારથી શરૂ થઇ રહેલી હરાજીમાં (Auction) મૂકાનારી ૧૨૦૦ કરતા વધુ વસ્તુઓમાં સમાવેશ થાય છે.

  • આજથી ઇ-હરાજી શરૂ થશે અને બીજી ઓકટોબર સુધી ચાલશે
  • વડાપ્રધાનને ભેટમાં મળેલી સેંકડો વસ્તુઓ અને સ્મૃતિચિન્હો આ હરાજીમાં મૂકાશે

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડીએ આજે અહીં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભગવાન ગણેશની એક મૂર્તિ, એક ત્રિશૂળ, અયોધ્યામાં બંધાઇ રહેલ મંદિરનું એક મોડેલ અને વારાણસીના કાશી-વિશ્વનાથ મંદિરનું મોડેલ પણ વડાપ્રધાનને મળેલી ભેટો અને સ્મૃતિચિન્હો- જે હરાજીમાં મૂકાનાર છે તેમાં સમાવિષ્ટ છે. આ હરાજીમાંથી ઉપજેલ રકમનો ઉપયોગ નમામી ગંગે મિશનમાં કરવામાં આવશે.

શિલ્પકાર યોગીરાજ અને કલાકારોની ટુકડીએ નેતાજી બોઝની ૨૮ ફૂટની પ્રતિમા તૈયાર કરી હતી જેનું અનાવરણ હાલમાં દિલ્હીના ઇન્ડિયા ગેટ ખાતે વડાપ્રધાન મોદીએ કર્યું હતું. આ પ્રતિમાની એક નાની પ્રતિકૃતિ વડાપ્રધાનને ભેટમાં આપવામાં આવી હતી જે પણ હવે આ હરાજીમાં મૂકવામાં આવશે. આ હરાજી પીએમમોમેન્ટોઝ વેબસાઇટ મારફતે કરવામાં આવશે જે બીજી ઓકટોબર સુધી ચાલશે. આમાંની કેટલીક ભેટો નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ દિલ્હી ખાતે પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. આ વસ્તુઓ વડાપ્રધાનને મળેલી ભેટોની વેબસાઇટ પર પણ જોઇ શકાય છે.

મોદીના જન્મદિવસ પર ભાજપ દ્વારા સેવા અને સરકાર દ્વારા વિકાસના કાર્યોની શરૂઆત
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ વર્ષ 2014થી તેમના જન્મદિવસનો ઉપયોગ સેવા અને વિકાસના કાર્યક્રમો શરૂ કરવા માટે કરતા આવ્યા છે. આ વર્ષે વડા પ્રધાન નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને મધ્યપ્રદેશને નેશનલ પાર્કમાં છોડશે જેથી દેશના વન્ય જીવનમાં વધારો થાય, આ ઉપરાંત તેઓ મહિલાઓના સ્વનિર્ભર જૂથો સાથે વાતચીત કરશે.

પોતાના 72મા જન્મદિવસ પર મોદી શનિવારે મધ્યપ્રદેશની મુલાકાતે જશે ત્યારે તેમનો પક્ષ લોકો સુધી પહોંચવા 15 દિવસ લાંબી રાષ્ટ્રીય ઝુંબેશમાં ભાગ લેશે તેમાં રક્ત દાન, ગરીબો અને દિવ્યાંગોને મદદ અને સ્વચ્છતાના પગલાં જેવા કાર્યક્રમો આ ઉપરાંત વિવિધતામાં એકતા કાર્યક્રમ આયોજિત કરાશે. ભાજપના મહાસચિવ અરૂણ સિંહે કહ્યું હતું કે પક્ષના કાર્યકર્તાઓ કોઈ અન્ય રાજ્યની ભાષા અને સંસ્કૃતિને તે દિવસે પ્રોત્સાહન આપશે.

વડા પ્રધાનને મળેલી ભેંટોની ઈ-હરાજી પણ શનિવારથી શરૂ થશે. આ હરાજીથી જે આવક થશે તેનો ઉપયોગ ગંગા સાફ કરવાની ઝુંબેશ ‘નમામિ ગંગે’ માટે ઉપયોગમાં લેવાશે. પોતાના જન્મદિવસના અવસર પર મોદી 8 ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડશે ત્યારબાદ તેઓ સ્વનિર્ભર જૂથ (એસએચજી)ની મહિલાઓ સાથેની બેઠકમાં ભાગ લેશે. ભારતમાં ચિત્તા લાવવા તે પ્રોજે્ટ ચિત્તા હેઠળ કરાશે, જે વિશ્વનું પ્રથમ આંતરમહાદ્વિપીય વિશાળ જંગલી માંસાહારી ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટ છે. ગયા વર્ષે કોવિડ રસીના 2.5 કરોડ ડોઝ પૂરા કરાયા હતાં. જ્યારે 2020માં કોવિડ-19ની દેશભરમાં ચિંતા વચ્ચે ભાજપે દેશમાં વસતા લોકો માટે સેવા (જનકલ્યાણ) કાર્યક્રમની શરૂઆત કરી હતી.

Most Popular

To Top