સન્નારીઓ, નવરાત્રિનો તહેવાર દસ્તક દઈ રહ્યો છે અને તમે ઉલ્લાસ-ઉમંગથી આ તહેવારની ઉજવણી કરવા થનગની રહ્યાં હશો. નવેનવ દિવસના આઉફિટ્સ પણ તૈયાર હશે. આ દરેક દિવસના ખાસ કલર પણ નક્કી કરવામાં આવે છે. આ વખતે 26મી સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થાય છે અને પહેલા દિવસનો કલર છે વ્હાઈટ. વ્હાઈટ શાંતિ, શુધ્ધતા અને નિર્દોષતાનો કલર છે. તમે પણ પહેલા દિવસે વ્હાઈટ કલરના આઉટફિટ્સમાં સજ્જ થઈ જાવ. વ્હાઈટ કલરના આઉટફિટ્સ પહેરી મા દુર્ગાના આશીર્વાદ મેળવો અને આંતરિક શાંતિનો અનુભવ કરો. નવરાત્રિએ વ્હાઈટ આઉટફિટ્સ પહેરવાના કેટલાક આઇડિયાઝ જોઈએ.
વ્હાઈટ લહેંગા-કોન્ટ્રાસ્ટ ચોળી
ટ્રેડિશનલ ચણિયા અથવા લહેંગા વગર નવરાત્રિના કોઈ પણ આઉટફિટ્સ અધૂરા છે. થ્રેડવર્ક, બીડ્સ, આભલા વગેરેની એમ્બ્રોઈડરીવાળો વ્હાઈટ લહેંગો પસંદ કરો. વ્હાઈટ કલરના લહેંગા સાથે કોન્ટ્રાસ્ટ કલરની ચોળી કે બ્લાઉઝ પહેરો.
શોર્ટ અથવા એલ્બો સ્લીવ્ઝ કોમન ચોઈસ છે. તો ચેન્જ માટે તમે ફુલ સ્લીવ પસંદ કરી શકો. તમારા એથનિક નવરાત્રિ આઉટફિટમાં કન્ટેમ્પરરી સ્ટાઈલ એડ કરવા સ્ટેટમેન્ટ બેલ્ટ પહેરી શકાય. તમે લહેંગાની એમ્બ્રોઈડરીના કલરનું કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ પણ પહેરી શકો.
વ્હાઈટ પેપલમ ટોપ અને પેચવર્ક લહેંગા
પેપલમ ટોપ ભલે કન્ટેમ્પરરી ફેશન ગણાતાં હોય પરંતુ હવે એથનિક કે ટ્રેડિશનલ ડ્રેસ પણ પેપલમ ટોપ કે ચોળીના લેબલ હેઠળ ડિઝાઈન કરવામાં આવે છે. મિરર વર્ક કે એમ્બ્રોઈડરીવાળા પેપલમ ટોપને પ્રિન્ટેડ કે પેચવર્ક સ્ટાઈલ લહેંગા સાથે પહેરી શકાય. પેચવર્ક લહેંગા ગુજરાતી અને મારવાડી સ્ટાઈલ છે અને તહેવારને અનુરૂપ છે. આ નવરાત્રિ આઉટફિટ સાથે વાઈબ્રન્ટ સ્કાર્ફ કે દુપટ્ટા ટીમ કરો.
વ્હાઈટ સૂટ-બાંધણી દુપટ્ટા
વ્હાઈટ પંજાબી સૂટ અને પ્રિન્ટેડ બાંધણી દુપટ્ટા ક્લાસિક કોમ્બિનેશન છે અને નવરાત્રિ ડ્રેસકોડમાં ફેવરીટ છે. એ સદાબહાર છે. પ્રિન્ટેડ બાંધણી દુપટ્ટા કે સ્ટોલ માટે રેડ, પિન્ક કલર ખાસ પસંદ કરવામાં આવે છે. તમે યલો, ગ્રીન, બ્લૂ કે મલ્ટી કલર દુપટ્ટા સાથે એક્સપરિમેન્ટ કરી શકો.
વ્હાઈટ ચિકનકારી ડ્રેસ
તમે એકદમ સિમ્પલ આઉટફિટ પહેરવા માંગો છો તો ચિકનકારી વર્કવાળો ફ્લેર ડ્રેસ સારી પસંદ છે. આ થ્રેડવર્ક એકદમ બારીક હોય છે. આખા વ્હાઈટ નવરાત્રિ આઉટફિટ્સને નિખારવા તેની સાથે સિલ્વર જ્વેલરી પહેરો અથવા થ્રેડવર્ક ચોકર, ઈઅરરીંગ્સ કે બેન્ગલ્સ જેવા વાઈબ્રન્ટ પીસીસ પહેરો.
વ્હાઈટ કુરતી-કોન્ટ્રાસ્ટ જેકેટ
વ્હાઈટ અથવા ઓફ વ્હાઈટ લોન્ગ કુરતી અને પ્લાઝો પેન્ટ સેટ પસંદ કરો. તમે કમ્ફર્ટ માટે ધોતી પેન્ટ પણ પહેરી શકો. તમારા નવરાત્રિ આઉટફિટ્સમાં થોડાં ફન અને ડ્રામા એડ કરવા કોન્ટ્રાસ્ટ જેકેટ પસંદ કરો બ્લોકપ્રિન્ટ ડિઝાઈન, એમ્બ્રોઈડરી વર્ક, પેચવર્કવાળા જેકેટ વ્હાઈટ આઉટફિટ્સને નિખારશે. વાઈબ્રન્ટ કોન્ટ્રાસ્ટ લુક મેળવવાની ટ્રાય કરો.
વ્હાઈટ શોર્ટ કુરતી- પ્રિન્ટેડ સ્કર્ટ
શોર્ટ કુરતી, ટોપ કે કેઝ્યુઅલ વ્હાઈટ શર્ટને પ્રિન્ટેડ સ્કર્ટ સાથે ટીમ કરો. વ્હાઈટ ટોપ અને ઈન્ડીગો બ્લૂ સ્કર્ટ ટ્રેન્ડી અને અવસરને અનુરૂપ લાગશે. આ આઉટફિટને નિખારવા તમે સ્ટેટમેન્ટ બેલ્ટ કે પ્રિન્ટેડ સ્કાર્ફ પણ એડ કરી શકો. તમારા નવરાત્રિ લુકને સ્ટાઈલિશ બનાવવા ઈઅરરીંગ્સ અથવા બેન્ગલ બ્રેસ્લેટ જેવી સ્ટેટમેન્ટ જ્વેલરી પસંદ કરી શકાય.
વ્હાઈટ અંગરખા ટોપ-ધોતી પેન્ટ
એમ્બ્રોઈડરી અથવા આભલા વર્કનું અંગરખા (કેડિયા) સ્ટાઈલના વ્હાઈટ ટોપને મેચિંગ કે કોન્ટ્રાસ્ટ ધોતી સ્ટાઈલ પેન્ટ સાથે પેર કરો. તમારા બોહેમિયન નવરાત્રિ લુકને ઓક્સિડાઈઝડ અથવા ટેસલ જ્વેલરી થી કમ્પલીટ કરો. પોમપોમ, ટેસલ્સ કે કોડીવાળા ફ્લેટ ફૂટવેર એની સાથે શોભશે.