માલદીવ(Maldives): માલદીવ(Maldives)ના મંત્રી(Minister) અલી સોલિહ(Ali Solih) પર રાજધાની માલે(Male)માં હુમલો(Attack) થયો છે. એક વ્યક્તિએ તેના ગળા પર બ્લેડ વડે હુમલો કર્યો હતો. મંત્રી સોલિહ પોતાના સ્કૂટર પર જઈ રહ્યા હતા ત્યારે એક કટ્ટરપંથીએ તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. હાલ, પોલીસે આરોપી યુવકની ધરપકડ(Arrest) કરી છે અને તેને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. સાથે જ મંત્રીની સારવાર નજીકની હોસ્પિટલમાં ચાલી રહી છે. સોલિહ પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી છે.
અલી સોલિહને ઈજા થઈ હતી
સોલિહ જ્યારે માલેમાં રોડ પર સ્કૂટર ચલાવી રહ્યા હતાત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. માલદીવિયન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ગુનેગારે સોલિહની ગરદન પર પાછળથી હુમલો કરતા પહેલા કુરાનની કેટલીક કલમો વાંચી હતી. ચપ્પુ ગળાનાં ભાગ પર વાગ્યો ન હતો, પરંતુ તેમના ડાબા હાથમાં ઈજા થઈ હતી. હુમલાથી બચવા માટે મંત્રી સ્કૂટર પરથી ઉતરી ગયા અને પોતાને બચાવવા ભાગી ગયા હતા. તેઓને સારવાર માટે હુલહુમાલે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ હિંસક ઘટના બાદ તરત જ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી.
હુમલાખોર 15 દિવસના પોલીસ રિમાન્ડ પર
માલદીવના મીડિયા અનુસાર, હુમલાખોરને હુલહુમાલે મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 15 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. માલદીવના તમામ પક્ષોએ આ હુમલાની સખત નિંદા કરી છે. માલદીવને વધતા ઇસ્લામિક ઉગ્રવાદ તેમજ વૈશ્વિક આતંકવાદી સંગઠનો માટે ભરતીના જોખમનો સામનો કરવો પડે છે. રાષ્ટ્રપતિ નશીદ સાથે રાષ્ટ્રપતિ સોલિહની આગેવાની હેઠળની વર્તમાન સરકારને શાસન અને સામાજિક ધોરણો પ્રત્યેના તેના અભિગમમાં લોકશાહી અને ઉદાર માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સમર્થન ધરાવતી MDP હિંદ મહાસાગરના રાષ્ટ્રમાં કટ્ટરપંથી વલણોના વિકાસ સામે લાંબી લડાઈ ચલાવી રહી છે.
કોણ છે અલી સોલિહ?
મંત્રી અલી સોલિહની વાત કરીએ તો તેઓ જુમહુરી પાર્ટીના સભ્ય છે. તેમની પાર્ટી હાલમાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહની સત્તારૂઢ માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીની ગઠબંધન ભાગીદાર છે. કારણ કે સોલિહ એક વરિષ્ઠ નેતા છે, તેમની પાસે આ સરકારમાં ઘણા મંત્રાલયો છે. જો કે પોલીસ હજુ એ સમજવાનો પ્રયાસ કરી રહી છે કે અલી સોલિહ પર આ રીતે હુમલો કેમ થયો. આરોપી યુવક મંત્રીના કોઈ નિર્ણયથી નારાજ હતો કે તેની સરકાર પ્રત્યે નારાજગી હતી, તે હજુ સ્પષ્ટ નથી.