મણિપુર: મણિપુર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં 22 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. જો કે આ મતદાન દરમિયાન હિંસાની ઘટના સામે આવી છે. આ હિંસામાં બે લોકોના મોતના પણ માહિતી મળી રહી છે.બંનેના મોત અલગ-અલગ વિસ્તારમાં થયા છે. પ્રથમ ઘટના થૌબલ જિલ્લામાં અને બીજી સેનાપતિ જિલ્લામાં બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સેનાપતિ વિસ્તારમાં એક બસ મતદારોને લઈને વોટિંગ સેન્ટર જઈ રહી હતી. રસ્તામાં કેટલાક લોકોએ બસને નિશાન બનાવી હતી. બસમાં સવાર લોકો પર હુમલો કર્યો, જેમાં એક મતદારનું મોત થયું.
- મણિપુરમાં બીજા તબક્કાનું મતદાન
- 11 વાગ્યા સુધી 28 ટકા મતદાન થયું
- મતદારોને લઈ જતી બસ પર હુમલો
- હુમલામાં બેના મોતના અહેવાલ
મણિપુરની વિધાનસભા ચૂંટણીમાં સવારે 11 વાગ્યા સુધી 28 ટકા મતદાન થયું હતું. આ દરમિયાન વિવિધ વિસ્તારોમાં હિંસા પણ થઈ હતી. થોડા દિવસો પહેલા ભાજપમાંથી હાંકી કાઢવામાં આવેલા એક નેતાના ઘર પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, જ્યારે બીજી બાજુ બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. બસ કેટલાક મતદારોને લઈને મતદાન કેન્દ્ર તરફ જઈ રહી હતી. આ ઘટનાઓમાં બે લોકોના મોત થયાનું જાણવા મળ્યું હતું. પ્રથમ ઘટના થૌબલ જિલ્લામાં અને બીજી સેનાપતિ જિલ્લામાં બની હતી.
BJPનાં નાતાના ઘરે બોમ્બ ફેંક્યો બોમ્બ
કેટલાક અજાણ્યા બદમાશોએ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લામફેલ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના હાંકી કાઢવામાં આવેલા નેતા સી બિજોયના ઘર પર દેશી બનાવટનો બોમ્બ ફેંક્યો હતો. પોલીસે જણાવ્યું કે રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થવાના કલાકો પહેલા શુક્રવારે રાત્રે આ ઘટના બની હતી.
બે માસ્ક પહેરેલા બદમાશોએ કર્યો હતો વિસ્ફોટ
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ટુ-વ્હીલર પર બે માસ્ક પહેરેલા બદમાશો દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં કોઈને ઈજા થઈ નથી. બીજેપીએ શિસ્તભંગના પગલા લેતા ગયા મહિને બિજોયને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. “આ હુમલો કદાચ મારા માટે ચેતવણી છે, મને રાજકીય રીતે ચૂપ કરવા માટે મારા ઘર પર બોમ્બ ફેંકવામાં આવ્યો છે,” બેજોયે પત્રકારોને જણાવ્યું હતું.
પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે. બીજી ઘટના સેનાપતિ જિલ્લાના માઓ ખાતે બની હતી. મતદારોને લઈ જતી બસ પર અજાણ્યા બદમાશોએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)