સુરત: આત્માનંદ સરસ્વતી (Atmanand Saraswati) સાયન્સ કોલેજના (Science College) બોયઝ (Boys) વોશરૂમની (Washroom) અંદર સીસીટીવી કેમેરા (CCTV Camera) લગાડતા વિવાદ સર્જાયો છે. જે મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કોલેજના પ્રિન્સિપાલને આવેદન પત્ર આપી તાકિદે સીસીટીવી કેમેરા દૂર કરવાની માંગ કરી છે. એબીવીપીના સુરત મહાનગર કાર્યાલય મંત્રી હર હર ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ધારૂકાવાલા કેમ્પસમાં કાર્યરત આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજની અંદર બોયઝ શૌચાલયમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તે ખૂબ જ નિંદનીય છે.એબીવીપીએ સીસીટીવી કેમેરા દૂર કરવાની માંગ કરી છે. જો આગામી સમયમાં નિરાકરણ આવશે નહીં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
કોલેજના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત
એબીવીપીના સુરત મહાનગર કાર્યાલય મંત્ર હર હર ગોસ્વામીએ એવું પણ જણાવ્યું હતું કે તંત્રની આળસના કારણે અસંખ્ય વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અટકેલી છે. જેથી તે અટકી ગયેલી કામગીરીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પણ માંગ કરવામાં આવી હતી. એબીવીપીએ કોલેજના આચાર્યને આવેદનપત્ર આપી કેમેરા દૂર કરવા માગ કરી