દમણ : દમણમાં (Daman) એક વ્યક્તિએ એ.ટી.એમ.માંથી (ATM) પૈસા (Money) કાઢવા અન્ય વ્યક્તિની મદદ (Help) માંગી તો અજાણ્યાએ ખાતામાં પૈસા નહીં હોવાનું જણાવી કાર્ડને (Card) બદલી ત્યારબાદ ફરિયાદીના ખાતામાંથી રૂપિયા 1.70 લાખ ઉપાડી છેતરપિંડી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે દમણના રાજરાખન વૈદ્યનાથ પાલ એ.ટી.એમ. કાર્ડ લઈને દલવાડા વાસુકી નાથ મહાદેવ મંદિર પાસે આવેલા મહારાજા કોમ્પલેક્ષના એ.ટી.એમ.માં પૈસા કાઢવા માટે ગયા હતા. જ્યાં તેમને મશીનમાંથી પૈસા કાઢતા આવડતું નહીં હોવાને કારણે તેઓએ એ.ટી.એમ.માં પહેલાથી જ ત્રણ વ્યક્તિઓ ઉભેલા હોય એ પૈકી એક વ્યક્તિની મદદ લઈ તેમને ખાતામાંથી પૈસા ઉપાડવા જણાવ્યું હતું.
જે બાદ અજાણી વ્યક્તિએ કાર્ડ એ.ટી.એમ.માં નાંખી ખાતામાં પૈસા નહીં હોવાનું જણાવી કાર્ડ પરત આપી દીધો હતો. જે બાદ રાજરાખવન પાલ ફરી એજ દિવસે બપોરે 3 વાગ્યે એ.ટી.એમ.માં ફરી જઈ ત્યાં તૈનાત સિક્યુરિટી ગાર્ડની મદદ લઈ પૈસા ઉપાડવા જણાવ્યું હતું. જ્યાં ગાર્ડએ મશીનમાં કાર્ડ કામ કરતો નહીં હોવાનું જણાવી બેંકમાં જવા જણાવ્યું હતું. જે બાદ જરાખવન પાલે બેંકમાં જઈ વાત કરતાં બેંકના કર્મચારીએ રજૂ કરાયેલો એ.ટી.એમ. કાર્ડ તેમનો નહીં હોવાનું તથા તેમના ખાતામાંથી 4 વાર ટ્રાંજેક્શન દ્વારા કુલ રૂપિયા 1.70 લાખ ઉપાડ્યા હોવાનું જણાવ્યું હતું. આ વાત બેંકના કર્મચારીએ જણાવતા રાજખાવન પાલ સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેમણે કડૈયા કોસ્ટલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જ્યાં પોલીસને આ કામના આરોપી બિપિન ગંગારામ યાદવ ( ઉં. 32, રહે. આઝાદ નગર, ડુંગરી ફળિયા, ડુંગરા) ની ધરપકડ કરી કોર્ટમાં હાજર કરતાં કોર્ટે આરોપીના 9 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આરોપીને જેલમાં ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.