SURAT

અઠવાની ગોકુલમ ડેરીનો ફેમસ કોકો અને જનતાની આઈસ્ક્રીમ ખાવાલાયક નથી, સેમ્પલ ફેઈલ

સુરત: સુરત (Surat) મનપાના (SMC) ફુડ વિભાગ દ્વારા હાલમાં જ શહેરની વિવિધ સંસ્થાઓમાંથી કોલ્ડ કોકોના (ColdCoco) સેમ્પલો લીધા હતા. જેમાં અઠવાગેટની ફેમસ ગોકુલમ ડેરી (Gokulamdairy) સહિતની આઠ સંસ્થાના કોકોના સેમ્પલો ફેઈલ (Sample Fail) આવ્યા હોવાનું જાણવામાં આવ્યું છે. આ માસમાં ફુડ વિભાગનાં ફુડ સેફટી (FoodSafety) ઓફિસરો ધ્વારા સ્થળ તપાસ કરી કોકોની બનાવટમાં વપરાતા કોકો પાઉડર, મિલ્ક પાવડર અને કોર્ન ફ્લોરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા.

  • કુલ આઠ સંસ્થાના કોકોના સેમ્પલ ફેલ : ઉપરાંત શ્રીનાથ આઇસક્રીમ, ભારત કોકો, મહદેવ આઇસક્રીમ વગેરેના સેમ્પલ ફેઇલ થતા ચકચાર : કાર્યદેસરની કાર્યવાહી કરાશે

જેમાં અઠવાલાઈન્સની ગોકુલમ ડેરી સહિતની કુલ 8 સંસ્થાઓના નમુનાઓ ધારા ધોરણ મુજબના ન આવતા આ સંસ્થાઓ સામે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે. તેમજ મનપાની ટીમે આ સંસ્થાઓમાંથી આશરે 15 કિલો કોકો પાઉડર અને મિલ્ક પાવડરનો નાશ કર્યો હતો.

આ સંસ્થાઓના કયા સેમ્પલ ફેલ ગયા

  1. ગોકુલમ ડેરીમાં કોર્ન ફ્લોરમાં પ્રોટિન મિનિમમ 8 ટકા અને ક્રુડ ફેટ મિનિમમ 3.1% હોવું જોઈએ જે સેમ્પલમાં ધારાધોરણ પ્રમાણે ઓછું હોવાનું બહાર આવ્યું છે.
  2. હીરાબાગ વરાછા ખાતે આવેલા શ્રીનાથ આઈસ્ક્રીમમાંથી દૂધના પાઉડરના સેમ્પલ લીધા હતા તે પણ લેબ પરીક્ષણમાં નિષ્ફળ સાબિત થયાં હતા.
  3. વરાછા રોડ સાવલીયા આઇસક્રીમમાં મિલ્ક પાવડરમાં મિલ્ક પ્રોટીનનું પ્રમાણ મિનિમમ 34% હોવું જોઈએ જે સેમ્પલમાં ધારા ધોરણ પ્રમાણે ઓછું હોવાનું સાબિત થયું છે.
  4. એ.કે. રોડ પર જનતા આઈસ્ક્રીમમાં કોકો પાઉડર, પાલના શ્રીદેવ આઈસ્ક્રીમમાં કોકો પાઉડર, વરાછાના શ્રીનાથ આઈસ્ક્રીમમાં કોકો પાઉડર તથા ભેસ્તાન ખાતેના કોમલ આઈસક્રીમ અને જ્યુસ સેન્ટરમાંથી ભારત કોકો પાઉડરના સેમ્પલ લીધા હતા તેમાં કોકો પાવડરમાં કોકો બટરનું પ્રમાણ મીનીમમ 20% હોવું જોઈએ જે સેમ્પલમાં ધારા ધોરણ પ્રમાણે ઓછું મળી આવ્યું હતું.
  5. મગોબના મહાદેવ આઈસ્ક્રીમના કોકો પાવડરના નમુના ફેઈલ ગયા હતા.

Most Popular

To Top