Business

વડોદરામાં રાત્રે મોરલા બોલ્યા : કડાકા-ભડાકા સાથે માવઠું

વડોદરા: ગુજરાત ના મોટા ભાગ ના વિસ્તારો મા કડાકાભડાકા સાથે કમોસમી વરસાદ પડશે, તેવી હવામાન વિભાગ ની આગાહી ના પગલે ખાસ કરી ને ધરતીપુત્રો મા ચિંતા ના વાદળો છવાઈ ગયા છે.વડોદરા માં સવારથી વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે અને રાત્રે વિજળીના કડાકા ભડાકા સાથે માવઠુ પડ્યું હતું. જયારે બીમારી ને આમઁત્રણ આપતું આ હવામાન શરદી, ખાંસી, તાવ જેવા રોગો વધુ ફેલાવશે તેવો પણ ભય લાગી રહીયો છે. જેથી આગામી દિવસો મા સરકારી અને ખાનગી હોસ્પિટલો મા દર્દીઓ ની લાઈનો જોવા મળે તો નવાઈ નહીં.

સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વડોદરા સહિત જિલ્લા માં વાદળિયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. વડોદરા મા આગામી 24 કલાક વાદળિયું વાતાવરણ રહેવા સાથે ગરમીનું જોર યથાવત નહીં રહે ક્યાંક ગરમી તો ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં છૂટોછવાયો અને મધ્યમ વરસાદ પડશે. તો 16 અને 17 માર્ચે દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે. જ્યારે 18 અને 19એ છૂટોછવાયો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો 30-40 કિમીની ગતિએ પવન ફૂંકાશે. વડોદરા ના વાતાવરણમાં સવારથી પલટો આવ્યો છે.

ગુજરાતના કયા શહેરોમાં માવઠું થશે
17 માર્ચે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વડોદરા, વલસાડ, અમરેલી અને જૂનાગઢ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે. 18 માર્ચે દાહોદ , ડાંગ, નવસારી, તાપી, વલસાડ, અમરેલી અને જૂનાગઢ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદની સંભાવના છે.
જગતના તાતે કુદરત સામે બે હાથ જોડ્યા
આ હવામાન ના કારણે વિવિધ પાક ની ક્વોલિટીને અસર થશે તો ઓછા ભાવ મળી શકે છે. હાલ તો વડોદરા જિલ્લા ના કિસાન બે હાથ જોડીને વરસાદ ના પડે એવી પ્રાર્થના કરી રહ્યા છે.
બીમારીને આમત્રંણ આપતું હવામાન
વડોદરામાં ચેપી ખાંસી શરદીના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે ત્યારે ફરી બીમારીને આમઁત્રણ આપતું આ હવામાન શરદી, ખાંસી, તાવ જેવા રોગો વધુ ફેલાવશે તેવો પણ ભય લાગી રહીયો છે. જેથી આગામી દિવસો મા સરકારી અને ખાનગી હોસ્પિટલો મા દર્દીઓ ની લાઈનો જોવા મળે તો નહી.

Most Popular

To Top