લુણાવાડા: મહીસાગર જિલ્લાામાં આગામી ૨૮મી ફેબ્રુઆરી-૨૦૨૧માં જિલ્લાત પંચાયતની ૨૮ બેઠકો અને જિલ્લામાં સમાવિષ્ટ છ તાલુકા પંચાયતની ૧૨૬ બેઠકોની સામાન્યૂ ચૂંટણી યોજાવાની છે. ત્યારે ‘આપણા સૌ નો એક જ નિર્ધાર બાકી ન રહે કોઈ મતદાર. આ હેતુને સાકાર કરવા અને સો ટકા મતદાન થાય અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને વધુ મજબુત બનાવે તે માટે મહીસાગર-લુણાવાડાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આર. બી. બારડના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહયું છે.
મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે સ્વીવપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી પી. એન. મોદી દ્વારા મહીસાગર જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્યે ચૂંટણીને અનુલક્ષી મતદાર જાગૃતિ માટે COVID-19ની ગાઇડ લાઇનને અનુસરીને લુણાવાડા નગરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લાં ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આર. બી. બારડે જિલ્લાય કલેકટરાલયના કંપાઉન્ડંમાંથી લીલીઝંડી બતાવી પ્રસ્થાઇન કરાવ્યું હતું. આ બાઇક રેલીને મહીસાગર કલેકટર કચેરી કમ્પાઉન્ડમાંથી કર્મચારીઓ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી. જેમાં બાઇક સવાર કર્મચારીઓ મતદાન જાગૃતિ માટેના પ્લે કાર્ડ સાથે જોડાયા હતા અને મતદાતાઓને પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી સો ટકા મતદાન કરવાનો સંદેશો
પાઠવ્યો હતો.
મહીસાગર- લુણાવાડા કલેકટર કચેરી કમ્પાઉન્ડમાંથી શરૂ થઈ ચાર કોસીયા રોડ, બસ સ્ટેન્ડ, કોટેજ ચોકડી, ગોકળદાસ પેટ્રોલ પંપ થી પરત લીલાવતી હોસ્પિટલ, લુણેશ્વર મંદિર, પોલીસ અધિક્ષકની કચેરી, બી.એસ.એન.એલ. કચેરી પાસેથી પસાર થઈ જિલ્લા સેવા સદન ખાતે પૂર્ણ થઇ હતી. આ બાઇક રેલીએ નગરજનો અને મતદારોમાં આકર્ષણ જમાવ્યુંો હતું. આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ ઉત્સાનહભેર જોડાઇને મતદાન જાગૃતિ અભિયાનને સાર્થક બનાવ્યું હતું.