સીંગવડ: સીંગવડ તાલુકાના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં લઈને સિંગવડ તાલુકા 2021 મતદાન પહેલી વખત તાલુકો બન્યો ને થતું હોય તેના સંદર્ભમાં સીંગવડ મામલતદાર ઓફિસ દ્વારા તથા તાલુકા વહીવટી તંત્ર દ્વારા આજરોજ મતદાન પૂર્વે મતદાન મથકના સ્ટાફે પોલિંગ બૂથ કર્મચારીઓની ઈવીએમ મશીન ની તાલીમ આપવામાં આવી તાલીમનું આયોજન જી એલ શેઠ હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું હતું જેમાં કુલ પાંચ વર્ગખંડમાં એમટીએસ દ્વારા સરકારની કોવિડની ગાઇડલાઇનની પૂર્તિ તકેદારી અને તાલીમનું આયોજન કરવામાં આવ્યું આ તાલીમ સોશિયલ ડિસ્ટન્સ માસ્ક સેનેટાઈઝર વગેરે સુવિધાઓ ઓની પૂરતી કાળજી લેવામાં આવી હતી.
જ્યારે તાલુકા પંચાયત માં તાલુકા વિકાસ અધિકારી મકવાણા સિંગવડ તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી અધિકારી બલાત તથા શિંગવડ તાલુકા મામલતદાર પટેલ તથા પંચાયત વિસ્તરણ અધિકારી આર ડી પટેલ દ્વારા તલાટી કમ મંત્રી તથા ગ્રામ સેવકો ની જોનલ ઓફિસરોની પણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તથા આ મિટિંગમાં ચૂંટણી અધિકારી બલાત સાહેબ દ્વારા તલાટી કમ મંત્રીઓને ચૂંટણી માટેની પુરતી માહિતી આપવામાં આવી હતી તથા ત્યાર પછી તાલુકા વિકાસ અધિકારી મકવાણા દ્વારા પણ કહેવામાં આવ્યું કે તાલુકો બન્યો અને પહેલી વખત તાલુકામાંથી ચૂંટણી કામગીરી કરવામાં આવી છે તો આપણે બધાએ ધ્યાન રાખીને તથા વ્યવસ્થિત કામગીરી કરીને આ ચૂંટણી નું કામકાજ પૂર્ણ કરવાના છે જ્યારે મામલતદાર પટેલ દ્વારા પણ ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું