કહેવત છે કે જયોતિષના રાંડે નહીં અને ડૉક્ટરના મરે નહીં પરંતુ આ કહેવત ખોટી એટલા માટે પડે છે કે જયોતિષ એક શાસ્ત્ર છે, જે જાણી શકાય છે , પરંતુ બદલી નથી શકાતું. કહેવાય છે કે વિધિનાં લખ્યા લેખ લલાટે ઠોકર ખાય,ખાય , ખાય. આદિ કાળથી લોકો હસ્તરેખા અને જન્માક્ષર પરથી જયોતિષ જોવા અને કુંડળી મેળાપક માટે જયોતિષનો સંપર્ક કરે છે. જયોતિષનું તલસ્પર્શી જ્ઞાન ધરાવનાર વિદ્વાનની આગાહી સાચી પડે છે. ઈતિહાસ જોઈએ તો ‘ગૌતમ બુદ્ધ’ વિશે આગાહી થઈ હતી કે મોટા થઈને કયાં તો ચક્રવર્તી સમ્રાટ બનશે કયાં તો સાધુ થશે અને પુત્ર સાધુ ન બને એ માટેના પિતાના અથાગ પ્રયત્નો છતાં તે સાધુ બને છે.
અહીં ભવિષ્ય જાણી તો શકાય છે, બદલી શકાતું નથી. કાલ સર્પ દોષનું પણ તેવું જ છે, આવાં જાતક તરકકી તો કરે છે પણ રુકાવટો ઘણી આવે છે. આ યોગ જાતક ઘણી વાર ઊંચાઈએ પણ લઈ જાય છે. સામાન્ય રીતે આપણે ત્યાં એવી અતાર્કિક દલીલ થાય છે કે ‘રામ અને રાવણ’ ની રાશિ એક જ હતી પરંતુ એક રાશિની લાખો વ્યકિતનું સરેરાશ ફળકથન સરખું જ હોય, પરંતુ વ્યકિતગત ભવિષ્ય પોતાનાં કર્મોને આધારે તદ્દન જૂદું હોય. તેમાં જયોતિષશાસ્ત્ર ખોટું ઠરતું નથી. અને બીજું કે પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગળું છે. પરંતુ જયોતિષને નામે કહેવાતા જ્યોતિષો અથવા રૂપિયા પડાવી લેતાં તાંત્રિકોથી બચીને ચાલવામાં જ સમજદારી છે.
સુરત – વૈશાલી જી. શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે