ઘણા મિત્રોને આપણે કહેતા સાંભળીએ છીએ કે ‘‘જ્યોતિષશાસ્ત્ર ખોટું છે, મોટાભાગના જ્યોતિષોની આગાહીઓ ખોટી પડે છે’’વાત સાવ સાચી છે પણ એમ તો નેતાઓ પણ ચૂંટણી ટાણે જે આગાહીઓ કરે છે એ લગભગ તમામ ખોટી જ પડે છે ને? છતાં આપણે આંધળા ભક્તો એમને ફરી ફરી ચુંટીએ જ છીએ ને?
જોવોને આપણી હાલની સરકારે દરેકના ખાતામાં પંદર પંદર લાખ જમા કરવાની આગાહી કરી હતી એમા સરકાર ખોટી જ પડીને? ઊલટાનું વ્યાજ દર ઘટાડી સામાન્ય માણસની મહેનતની મુંડી લુટી લીધી. સરકારે ચુંટાયા પછી મોંઘવારી, બેકારી ભ્રષ્ટાચાર વગેરે દૂર કરવાની આગાહી કરી હતી સમગ્ર ભારતને પ્લાસ્ટિકમુક્ત કરવાની આગાહી કરી હતી, ભારતને સ્વ્ચછ કરવાની આગાહી કરી હતી આ બધી જ આગાહીઓ ખોટી પડી છે, સરકાર ઊંધી પડી છે.
આપણે આ નેતાઓના ભક્તોને આ બધી વાતો કરીએ તો કહે ‘‘એ બિચારો શું કરે?’’ટુંકમાં નાટક જ્યોતિષોને શાને દોષ દેવો? એકલા નેતાઓની આગાહીઓ પણ ખોટી પડે છે.
સુરત. – ઉપેન્દ્ર કે. વૈષ્ણવ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.