Charchapatra

આશ્ચર્યજનક સત્યોચ્ચાર

ભારતના સંવિધાનમાં લોકશાહી સમાજવાદનો સ્વીકાર કરવામાં આવ્યો છે, જે ગંદા મૂડીવાદને નકારે છે, આમ જનતાની સૌથી અગત્યની આવશ્યકતા શિક્ષણ અને સ્વાસ્થ્ય સારવાર છે અને ગરીબ, મધ્યમવર્ગના લોકો, બેરોજગાર હતો માટે તે બાબતો ચિંતાજનક હોવાથી મોટે ભાગે તેનાથી વંચિત રહે છે. રાષ્ટ્રની સાચી પ્રગતિ ત્યારે જ થઈ શકે, જ્યારે શિક્ષણ અને સારવાર મફત થઈ જાય. આર.એસ.એસ.ના વડા શ્રી મોહન ભાગવતે હાલમાં જ આશ્ચર્યજનક સત્યોચ્ચાર કરી વાસ્તવિકતા દર્શાવતા જણાવ્યું છે કે આરોગ્ય સેવાઓ અને શિક્ષણનું વ્યાપારીકરણ થયું છે.

સામાન્ય નાગરિકોની પહોંચ અને નાણાંકીય ક્ષમતાની બહાર તે બાબતો છે. કેન્સરની સારવાર પર ગજાબહાર મોટો ખર્ચ રહે છે. શિક્ષણ અને આરોગ્ય સેવા રાષ્ટ્રભાવના સાથે થાય તે જરૂરી છે. આ બંને ક્ષેત્રોની સેવાઓ સામાન્ય લોકોને સરળ, સુલભ, સસ્તી અને કરુણાપૂર્ણ હોવી જોઈએ વળી તે શક્ય તેટલી વધુ જગ્યાએ ઉપલબ્ધ હોવી જોઈએ. આ સુવિધાઓ કેન્દ્રીયકૃત થઈ વ્યાપારીકરણમાં જોવા મળે છે. સમાજના સક્ષમ લોકોએ તે માટે સક્રિય થવું પડશે. માનવોની વિવિધતાને ધ્યાનમાં રાખીને દર્દીઓને માટે સારવારના તમામ વિકલ્પો ઉપલબ્ધ કરાવવા જોઈએ. હવે ‘શિક્ષિત ભારત’ની ભાવના જ દેશ માટે ઉપકારક થાય.
ઝાંપાબજાર, સુરત- યૂસુફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કરકસર કરો કરવેરા ઘટાડો
સરકારે છેલ્લા 10 વર્ષમાં સરકારી સેવાઓમાં ત્રણ ઘણો ભાવ વધારો કર્યો છે. પરંતુ બીજી તરફ ટેક્સના નાણાંનો દુરઉપયોગ પણ વધ્યો છે. તે માટે નીચેના ઉપાય અજમાવો. 1. જિલ્લા તા. પંચાયતની ચૂંટણીઓ સરપંચ સભ્યો દ્વારા યોજી જંગી ખર્ચ બચાવો. 2. સાંસદ- ધારાસભ્યો માલદાર છે તેમને પેન્શનની નથી. MP-MLAના પેન્શન નાબૂદ કરો. 3. જેલોમાં બંધ કેદીઓ પાસે ફૂડ બીલ વસૂલ કરો. 4. ગુનેગારોને જેલની સજા સાથે જંગી દંડ કરો. 5. લોકસભા વિધાનસભાની ચૂંટણી સાથે યોજો. 6. વિધાન પરિષદો નાબૂદ કરો. 7. નેતાઓ સરકારી ખર્ચે પ્રવાસ બંધ કરે.
વલ્લભવિદ્યાનગર, આણંદ- જગદીશ ઉ. ઉપાધ્યાય- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top