દેશમાં જ્યાં સ્થિરતા અને શાંતિની જરૂર છે, કોમ કોમ વચ્ચે સુમેળની જરૂરિયાત છે, ત્યાં ભાજપ ઠેરઠેર અસ્થિરતા અને અશાંતિ ઉત્પન્ન કરી કોમ કોમ વચ્ચે ઝગડા પેદા કરવાના રાક્ષસી અભિયાનમાં લાગી ગયો છે. જ્યાં તેની સરકાર ન હતી અને જનતાએ તેને વિપક્ષમાં બેસવાનો આદેશ આપેલો તે મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં કોંગ્રેસી ધારાસભ્યોને ફોડી મની લોન્ડરીંગ કરી સ્થિર સરકારોને અસ્થિર બનાવી અને પોતે વિપક્ષમાંથી સરકાર બની ગયો. અત્યારે મહારાષ્ટ્રમાં તેણે આજ ખેલ ચાલુ કર્યો છે. શિવસેનાના ધારાસભ્યોને મુખ્યમંત્રી સામે વાંધો હોય, તો તે માટે ઘણાં રસ્તા હતા પરંતુ ભાજપ તો ‘ખોલ્યુ’ મોં અને મોંમાં પતાસુ’ ની જેમ ગલગ લીયા કરવા માંડયો તેમાં તેના પ્રદેશ પ્રમુખે આ બેવફા ધારાસભ્યોને સુરતમાં આશરો આપ્યો અને દુનિયામાં સુરતનું નામ બદનામ કરી દીધું. કેન્દ્ર સરકાર વિકાસ પાછળ ધ્યાન આપવાને બદલે વિનાશને પોતાનું ધ્યેય બનાવી બેઠી છે. સ્થિરતાથી જનતા આગળ વધે કે ડખા કરાવવાથી આગળ વધે ? કોમ કોમ વચ્ચે સુમેળ હોય તો દેશ આગળ વધે કે તેઓ લડતા રહે, તેમાં આગળ વધે ? વિનાશ કાળે વિપરીત બુધ્ધિ તે આનું નામ.
સુરત – ભરતભાઈ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.