ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીમાં (Assembly Elections) હવે મીડિયા સાથે સતત સંવાદ કરવા માટે ભાજપની નેતાગીરી દ્વારા આજથી સરખેજ(Sarkhej) ગાંધીગનર હાઈવે (Gandhiganer) પર નવીન મીડિયા સેન્ટરનો (Media Center) આરંભ કર્યો છે. આજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા આ મીડિયા સેન્ટરનો આરંભ કરાવવામાં આવ્યો હતો.પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ગુજરાત વિઘાનસભા 2022ની ચૂંટણી ટુંક સમયમાં આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પત્રકારો સાથે સરળતાથી સંવાદ થઇ તેમજ ઝડપથી માહિતી પહોંચે તે માટે પાર્ટી દ્વારા આ મીડિયા સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.
સ્મૃતિ ઇરાનીએ “હેલો કમલ શક્તિ” અભિયાન શરૂ કર્યુ
કેન્દ્ર સરકારના ત્રણ મંત્રીઓ હવે ગુજરાતમાં વિધાસનભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં વીજળી વેગી પ્રવાસે આવી રહ્યા છે. કેન્દ્રના વિવિધ પ્રોજેકટ સાથે સંકળાયેલા સમારંભોમાં તેમજ પ્રદેશ ભાજપ દ્વારા આયોજીત સંમેલનમાં હાજરી આપશે. કેન્દ્રિય ત્રણ મંત્રીઓમાં કેન્દ્રિય ઊર્જા મંત્રી ભગવંત ખુબાજી, મત્સ્યઉદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા અને રેલવે, કોલસા તથા ખાણ મંત્રી દાનવે રાવસાહેબ દાદરાવ આવતીકાલે 2 તથા 4 ઓકટો. દરમિયાન આંકલાવ (આણંદ) ખંભાત, માણાવદર, ધોરાજી, માંગરોળ અને કેશોદની મુલાકાતે જશે. વધુને વધુ મહિલાઓ સાથે સંપર્ક સાધવા ભાજપની સ્મૃતિ ઇરાનીએ “હેલો કમલ શક્તિ” અભિયાન શરૂ કર્યુ છે.
પરંતુ ચૂંટણીની રમત રમવા વારંવાર આવી રહ્યા છે
આજે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીની ઉપસ્થિતિમાં આજે અમદાવાદમાં જીએમડીસી ખાતે પ્રદેશ ભાજપ દ્વારા વધુને વધુ મહિલાઓ સાથે જોડાવવા માટે “હેલો કમલ શક્તિ” અભિયાન શરૂ કરાયું હતું. સ્મૃતિ ઇરાનીએ સમારંભમાં દિલ્હીથી આવતા સપનાઓના સોદાગર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, માત્ર કાર્ડ વહેચવાથી કે રૂપિયાનો લોભ લાલચ આપીને કાર્યકર્તાઓને ખરિદવાથી ગુજરાતનો નાગરિક ભ્રમિત થશે નહી. કાર્યકર્તાના નિર્માણમાં પેઢીઓ નિકળી જતી હોય છે પૈસાથી ખરીદેલ વ્યક્તિ ક્યારેય કાર્યકર ન બની શકે. દિલ્હીથી વ્યક્તિઓ ગુજરાતમાં એક રાજકીય પક્ષ તરીકે ચૂંટણી લડવા નહી પરંતુ ચૂંટણીની રમત રમવા વારંવાર આવી રહ્યા છે.
ગેરમાર્ગે દોરીને ગુજરાતમાં ચૂંટણી જીતવી શક્ય નથી
ગુજરાત ભાજપમાં રાજનીતિના સંસ્કાર રહેલા છે. ગુજરાતમાં ક્યારેય કાર્યકર્તાઓ વેચાવાના નથી. જ્યારે દિલ્હીથી આવનાર પાર્ટીના સંસ્કાર માત્ર ને માત્ર પૈસા આપીને પોતાની જાહેરાત થકી પ્રસિદ્ધિ કરવાના રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી માટે ગુજરાતીઓના દીલમાં જે જગ્યા છે તે ક્યારેય પણ કોઇનાય દ્વારા ખરીદી શકાશે નહી. ગુજરાતના વિવિધ સમુદાયના સમાજોને ગેરમાર્ગે દોરીને ગુજરાતમાં ચૂંટણી જીતવી શક્ય નથી. કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે 2014માં પણ વારાણસીમાં ચૂંટણી લડ્યા હતા અને કારમો પરાજય થયો હતો હવે ફરી ગુજરાતમાં કારમી હાર ભાળવા આવી રહ્યા છે.