Gujarat

આપના ઉમેદવારોનું લિસ્ટ કમલમમાંથી આવે છે, ખાનગી પ્લેનમાં રૂપિયા ગુજરાત આવતા હતા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Assembly Elections) તારીખો જાહેર થવાની સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો છે. આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) વિધાનસભાના ઉમેદવારોની યાદી ગાંધીનગર, કમલમમાંથી જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત બે ખાનગી પ્લેનમાં ગુજરાતમાં આવી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ ગઈકાલે આમ આદમી પાર્ટી છોડી ફરી કોંગ્રેસમાં (Congress) આવનાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ (Indranil Rajyaguru) કરતા ખડભડાટ મચી ગયો છે.

કોંગ્રેસમાં ઘર વાપસી કરનાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું
કોંગ્રેસમાં ઘર વાપસી કરનાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, આપ દ્વારા મારી સામે આક્ષેપ કરવામાં આવ્યો છે કે, હું સીએમનો ચહેરો બનવા માગું છું, અને 15 લોકોને ટિકિટ માગી હતી, પરંતુ હકીકત એ નથી. હું ભાજપને હરાવવા માટે આપમાં જોડાયો હતો. કોંગ્રેસને હરાવવા માટે નહીં. પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવારોની યાદી કમલમમાંથી આવતી હોય છે. આપનું ભાજપ સાથે સેટિંગ છે, તેમજ પ્રાઇવેટ પ્લેનમાં દિલ્હી અને પંજાબ થી રૂપિયા ગુજરાતમાં આવે છે. આપને મળતા આ ફંડની તપાસ થવી જોઈએ.

આપ પાસે મોટા પ્રમાણમાં ફંડ આવી રહ્યું છે
તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી રાજકોટ આવે છે, ત્યારે પ્લેનમાં પૈસા આવે છે, અને તેમને લાવવાની મંજૂરી આપવામાં આવે છે. પંજાબ થી દિલ્હીવાયા ગુજરાત નાણાં મોકલવામાં આવે છે, પરંતુ તેને ક્યાંય પણ અટકાવવામાં આવતા નથી. મારી પાસેથી પણ પૈસા લેવાનો પ્રયાસ કરાયો હતો. આપ પાસે મોટા પ્રમાણમાં ફંડ આવી રહ્યું છે. મેં મારી આંખોથી જોયું છે. આપમાં ભ્રષ્ટાચાર નથી, તો આટલા રૂપિયા ક્યાંથી આવે છે? આમ આદમી પાર્ટી લોકોને ગુમરાહ કરી રહી છે.

Most Popular

To Top