આસામમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે નાણામંત્રી હિમાંતા બિસ્વા સરમાએ (Finance Minister Himanta Biswa Sarma) શુક્રવારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં પેટ્રોલના ભાવમાં (petrol prices) 5 રૂ.નો ઘટાડો કરવામાં આવશે, જ્યારે દારૂના ભાવોમાં 25% છૂટ આપવામાં આવી છે. હિમાંતા બિસ્વા સરમાએ આ છૂટ આપવા માટે 60,784.03 કરોડની રકમનો ઉપાડ કર્યો છે. બિસ્વાએ ગૃહમાં કહ્યુ કે, કોરોના (COVID-19) જ્યારે ટોચ પર હતો આપણે પેટ્રોલ, ડિઝલ અને દારૂ પર વધારાનો સેસ લગાવ્યો હતો. હવે દર્દીઓની સંખ્યા ઓછી થઈ છે. હું મારા કેબિનેટ સાથીદારોનો આભારી છું કે જેમણે આજે સવારે મારા પ્રસ્તાવને સંમતિ આપીને આ ઘટાડાને મંજૂરી આપી હતી. સરમાએ પોતાના ભાષણમાં જણાવ્યુ હતુ કે, આજે મોડી રાતથી પેટ્રોલ અને ડીઝલ 5 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થશે, આસામના લાખો ગ્રાહકોને આનાથી ફાયદો થશે.
રાજ્યની 126 સભ્યોની વિધાનસભા ચૂંટણી માર્ચ-એપ્રિલમાં યોજાવાની સંભાવના છે એ વચ્ચે બિસ્વાએ કહ્યુ કે, ‘ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (Gross State Domestic Product -GSDP)માં 2,02,080.85 થી 2,48,796.15 કરોડનો વધારો થયો છે. રાજ્યનો ગ્રોથ રેટ 7.71 ટકા હતો, જ્યારે આ જ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય ગ્રોથ રેટ 6.11 ટકા હતો. ‘.
રાજ્યની તેલ કંપનીઓ વતી પેટ્રોલ ( PETROL) અને ડિઝલના ( DISEAL) ભાવમાં સતત ચોથા દિવસે વધારો થયો છે. સતત ચાર દિવસના ભાવમાં વધારો કર્યા પછી ડિઝલની કિંમત 35 થી 38 પૈસા વધી છે, જ્યારે પેટ્રોલના ભાવ પણ 28 થી 29 પૈસા વધ્યા છે. દિલ્હી ( DELHI) અને મુંબઇમાં ( MUMBAI) પેટ્રોલના ભાવ સર્વાધિક સ્તરે પહોંચી ગયા છે. બુધવારે દેશમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતો નવી ઊચાઈએ પહોંચી હતી. બંને ઇંધણના ભાવ સતત ત્રીજા દિવસે વધ્યા છે. પેટ્રોલના ભાવમાં આજે 29 પૈસા અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર 38 પૈસા વધારો કરવામાં આવ્યો છે.
પેટ્રોલ દિલ્હીમાં પ્રતિ લિટર રૂ. 88.14 ની સર્વાધિક ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયું છે, જ્યારે મુંબઇમાં તે પ્રતિ લિટર 94.64 રૂપિયા પર પહોંચી ગયું છે. આ સાથે જ દિલ્હીમાં ડિઝલનો વધારો અત્યાર સુધીમાં 78.38 રૂપિયા અને મુંબઇમાં 85.32 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં અનુક્રમે રૂ.4.24 અને રૂ. 4.15 નો વધારો થયો છે..