શ્રાવણ મહિનામાં તહેવારોની હેલી જામી છે,જેમાં જન્માષ્ટમીમાં ગુજરાતમાં લોકમેળાનું ખાસ મહત્ત્વ છે. સુરતમાં ગોકુળ આઠમનો મેળો પહેલાં રૂવાળા ટેકરા પર ભરાતો,ત્યાર પછી સલાબતપુરામાં સિંગાપુરીની વાડી,રીંગરોડ વિસ્તારમાં ભરાતો હતો.આ મેળાનું ખાસ મહત્ત્વ હતું.સુરતીઓ મોટી સંખ્યામાં મેળામાં ઉમટી પડતાં.મેળામાં પગ મૂકવાની જગ્યા નહિ મળે એટલા લોકો આવતા.નાનાં બાળકોમાં મેળાનો ખાસ ઉત્સાહ જોવામાં આવતો હતો.લોકોને કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો મેળામાંથી ખરીદી કરતાં.બાળકો માટે રમકડાં પણ મેળામાંથી જ ખરીદી કરતાં.નાનાં બાળકો મેળો ક્યારે આવશે તેની આખું વર્ષ રાહ જોતા. મેળામાંથી ખરીદી કરવામાં ઘણો આનંદ આવતો હતો.આજે સુરતની વસ્તી ઘણી વધી છે.હવે આવા લોકમેળા ભરાતા નથી.તેનું સ્થાન હેન્ડલૂમ હેન્ડિક્રાફ્ટ મેળાએ લીધું છે.દુકાનો, મોલમાં બારેમાસ મેળા યોજાય છે અને લોકો 50% ડિસ્કાઉન્ટના નામે ધોળે દિવસે લુંટાઈ રહ્યા છે. કોરોનાકાળ પહેલાં સૌરાષ્ટ્રમાં લોકમેળાનું ખાસ મહત્ત્વ હતું.જ્યારે આપણે ત્યાં વ્યાસપીઠ મેળાઓ ભરાય છે.પૈસા ખર્ચીને પ્રવેશ મળે છે. મોબાઇલ, વીડિયોગેમ, ઈન્ટરનેટના યુગમાં આપણે લોકમેળાઓ ભૂલી ગયા છીએ.
સુરત – કિરીટ મેઘાવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અસ્સલ સુરતી જન્માષ્ટમીનો મેળો
By
Posted on