Charchapatra

અસ્મિતા ગુજરાતની

અસ્મિતા એટલે શું? શબ્દને આ રીતે પણ મુલવી શકાય. સ્વઓળખ, ઘમંડ નહિ, ગૌરવ. ગુજરાતી અસ્મિતાનું એક પાસું તેની વ્યાપારકલા, ભરૂચ, સુરત, કંડલા બંદરો દેશ પરદેશ વ્યાપાર સાથે સંકળાયેલાં અન્ય ભાષાનાં બાળકો બારાખડી પહેલાં શીખે પરંતુ ગુજરાતી બાળક સાથે આંક પણ શીખે. જેથી ભવિષ્યમાં બાપની ગાદી, પેઢી સંભાળતો થઇ જાય. કવિ અરદેશર ખબરદારે સુંદર રચના લખી છે. ‘જયાં જયાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.’ પારસી સમાજનો ફાળો ગુજરાતની અસ્મિતા ઉજાગર કરવામાં જેવો તેવો નથી. ઉ.દા. બંગાળથી ગુજરાત આવેલી નેનો કાર. ઇતિહાસ સાક્ષી છે. પંદરમા સૈકામાં કચ્છના દાનવીર જગડુશાએ દુકાળની પરિસ્થિતિમાં અનાજના ગોડાઉન ખુલ્લાં મૂકયાં હતાં. વસ્તુપાલે ખંભાત બંદર વિકસાવેલું. સુરત બંદરેથી ઇટાલી, ફ્રાંસ, બ્રિટન જેવા અનેક દેશો સાથે વ્યાપાર વિકસાવેલો. 1618માં સુરતના વ્યાપારીનું વ્હાણ લૂંટાયું ત્યારે સત્તાવાળાઓએ બ્રિટિશ વ્હાણ વાપરવા સલાહ આપેલી. જેનો શાંતિલાલ ઝવેરી નામના વેપારીએ વિરોધ કરેલો. આપણા ગુજરાતની અસ્મિતા જ સોમનાથ મંદિર સુધ્ધાં. 1લી મેના રોજ ગુજરાત રાજયને તેની સ્થાપનાનાં અંદાજે 62 વર્ષ પૂરાં થયાં. ગુ. સરકારે જામનગર ખાતે ઉજવણી કરી. અમૃત મહોત્સવ તરફ આગેકદમ. વડનગરાના કુંવરનું સામાન્ય નાગરિકથી વડા પ્રધાનપદે પહોંચવું જે કોઇ વડા પ્રધાન નથી કરી શકયા તે ભાવવધારાને સ્થગિત કરનાર વડા પ્રધાન પણ ગુજરાતી જ. તે પિરિયડ ગરીબ મધ્યમ વર્ગ માટે રાહતજનક રહ્યો. એ ગાળો કાર્યપદ્ધતિની અસ્મિતા જ.
સુરત               – કુમુદભાઇ બક્ષી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

વૃક્ષોની વિવિધતા રોમાંચક છે
તા. 26.4.23ના ‘ગુજરાતમિત્ર’ની દર્પણ પૂર્તિમાં નરેન્દ્ર જોષીના સમુદ્ર એક અને કિનારા અનેક કોલમમાં તેમણે વનસ્પતિ અંગે રજૂઆત કરતાં જણાવ્યું છે કે વનસ્પતિમાં જીવ તો છે જ અને તે સુખ દુ:ખની સંવેદના અનુભવે છે. વનસ્પતિને પાણી ન આપવામાં આવે તો તે દુ:ખની લાગણી અનુભવે છે અને દુ:ખની સાથે તે અવાજ પણ કરે છે. વનસ્પતિ અંગે જાણવા જેવી વાત બીજી એ પણ છે કે તે શિકાર પણ કરે છે. કોઇ પ્રાણી ઝાડ નીચે આવે ત્યારે એ વૃક્ષની ડાળીઓ એ પ્રાણીને વીંટળાઈ જાય છે અને એ વૃક્ષ એ પ્રાણીનો એ રીતે શિકાર કરે છે. વનસ્પતિ પ્રકાશ પણ આપે છે અને વનસ્પતિ ખસે પણ છે. કેટલાંક વૃક્ષો સંગીત આપતાં હોય તેવું પણ લાગે છે. વૃક્ષો અનેક પ્રકારનાં હોય છે. કેટલાંક ઝેરીલાં પણ હોય છે. કેટલાંક ઔષધ તરીકે પણ કામ આવે છે. કેળના છોડમાં કેળાની લૂમ આવે ત્યારે તેમાં પણ એક પ્રકારનો અવાજ આવે છે. આમ વૃક્ષોમાં વિવિધતા છે એ નિ:શંક છે.
નવસારી            – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top