ગાંધીનગર: તાજેતરમાં લેવાયેલી હેડ કલાર્કની (Head clerk) 186 જગ્યા માટે પરીક્ષાનું (Exam) પેપર લીકથી (Paper leak ) ગયા બાદ હવે ગૌણ સેવા પસંદગી મંડળના (Secondary Service Selection Board) ચેરમેન (Chairman) આસીત વોરા (Asit Vora) રાજીનામું (Resignation) આપી દે તેવું કાઉન્ટ ડાઉન શરૂ થઈ જવા પામ્યુ છે. ખુદ ભારતીય જનતા પાર્ટીની અદરની નેતાગીરી પણ હવે આસીત વોરાથી નારાજ હોવાનું મનાય છે. ખાસ કરીને ભાજપની તથા સરકારની છબીને નુકસાન થયું છે, જેના પગલે આસીત વોરાનું રાજીનામુ માંગી લેવાયુ હોવાનું મનાય છે.
આપ તથા કોંગ્રેસ દ્વારા ‘હે આસીત વોરાને હટાવવા માટે આંદોલન ઉગ્ર બનાવાયું છે. હાલમાં 94 જેટલા આપના કાર્યકરો જ્યુ. કસ્ટડીમાં છે. આપના કાર્યકરો દ્વારા કમલમ કાર્યાલયની બહાર દેખાવો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા પણ રાજ્યભરમાં દેખાવો દેખાવો કરાયા છે.
બુધવારે કેબીનેટ બેઠક પહેલા ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આસીત વોરાને તેડુ મોકલવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સીએમ પટેલ દ્વ્રારા આસીત વોરાને પેપર લીક મામલે રીતસરનો ઉધડો લઈ લેવાયો હતો. આ બેઠકને આસીત વોરાએ શુભેચ્છા મુલાકાત ગણઆવી હતી. જો કે ટોચના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે આસીત વોરાના રાજીનામની ઘડીઓ ગણાઈ રહી છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર આસીત વોરા રિઝાઈન તેવો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો હતો.
ખાસ ઉલ્લેખનીય છે કે પેપર લીક કેસમાં 21 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. જ્યારે પોલીસ દ્વારા 30 લાખ કરતાં વધુ રોકડ રકમ જપ્ત કરી લેવાઈ છે. જે પેપર વેચીને કૌભાંડી તત્વોએ એકત્ર કરી હતી. આ સમગ્ર પેપેર લીક કેસમાં સાણંદના સૂર્યા ઓફસેટના માલિક તથા તેના સુપરવાઈઝરની પણ ધરપકડ કરાઈ છે.