SURAT

બુલેટ ટ્રેન માટે એશિયાની સૌથી મોટી લેબોરેટરી સુરતમાં બનાવવામાં આવી, 900 એક્સપર્ટ્સ રોજ 3500 ટેસ્ટ કરશે

સુરત: નેશનલ સ્ટીલ ડેવલપમેન્ટ (National Steel Development) પ્રોગ્રામ હેઠળ NHSRCL દ્વારા મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલવે પ્રોજેકટ માટે એશિયાની (Asia) સૌથી મોટી (Biggest) જીઓ ટેકનિકલ લેબોરેટરી (Geo Technical Laboratory) એલ એન્ડ ટી ના (L&T) સહયોગથી સુરતમાં (Surat) તૈયાર કરવામાં આવી છે. કંપની અત્યારે વાપી (Vapi) અને અમદાવાદ (Ahmedabad) વચ્ચે પ્રોજેકટનું સિવિલ વર્કસ (Civil Works) કરી રહી છે. એશિયાની આ સૌથી મોટી ભૂ-ટેકનિકલ પ્રયોગશાળામાં (Geotechnical Laboratory) એન્જિનિયર્સ, ટેકનિશીયન અને કુશળ કારીગરો મળી કુલ ૯૦૦ તજજ્ઞોની ટીમ કામ કરશે. જેમાં ૪૦૦ વ્યકિતઓ લેબમાં કામ કરશે. જયારે અન્ય ૫૦૦ વ્યકિતઓ લેબ એરિયા બહારનું કામ જોશે.

આ લેબોરેટરી આધુનિક તપાસના ઉપકરણોથી સજજ છે. જેમાં ૨૦ જેટલા ભૂ-ટેકનિકલ એન્જિનિયરોની અનુભવી ટીમ છે અને ૧૮૮ લેબ ટેકનિશીયનની ટીમ છે. જે પ્રત્યેક દિવસે જમીનના ટેસ્ટીંગ અને બ્રિજ નિર્માણ સહિતના ૩૫૦૦ જેટલા ટેકનિકલ પરિક્ષણો રોજ કરશે. આ લેબોરેટરી દ્વારા આ સેકટરના તાલીમાર્થી વિદ્યાર્થીઓને પણ ભૂ-તકનીકી તપાસમાં લેવાતા સાધનો અને મશીનરીની માહિતી આપવામાં આવશે. તથા લેબોરેટરી પરીક્ષણ દ્વારા જમીનની લાક્ષણિકતાઓ નક્કી કરવા માટે પ્લેટ લોડ ટેસ્ટ, પાઈલ લોડ ટેસ્ટ જેવા ક્ષેત્ર પરીક્ષણો પણ દર્શાવવામાં આવે છે.

SVNIT સુરતના ૩૫ વિદ્યાર્થીઓની પ્રથમ બેન્ચને જમીનના પરિક્ષણોને લગતી પાયાની તાલિમ અપાઇ

સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT) સુરતના 35 વિદ્યાર્થીઓની પ્રથમ બેચ આ સુવિધામાં તાલીમ મેળવી ચૂકી છે.

સુરત, વડોદરા, અમદાવાદ, વલસાડ અને આણંદની ૧૫ લેબને અપગ્રેડ કરાઇ

NHSRCL પ્રોજેક્ટે તેમના જૂના સાધનોને અપગ્રેડ કરવામાં સ્થાનિક જીઓટેક તપાસ સેટઅપને પણ પ્રોત્સાહન આપ્યું છે. વલસાડ, સુરત, વડોદરા, આણંદ અને અમદાવાદમાં લગભગ 15 પ્રયોગશાળાઓએ પ્રોજેક્ટ માટે જરૂરી આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરવા માટે તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કર્યું છે. પ્રોજેક્ટ સાઇટ્સ પર સંપૂર્ણ સ્વચાલિત અને અર્ધ-સ્વચાલિત ગ્રાઉન્ડ ટેસ્ટિંગ મશીનો તૈનાત કરવામાં આવ્યા છે.

Most Popular

To Top