Sports

એશિયન ગેમ્સ 2023: ભારતે સ્ક્વોશમાં પાકિસ્તાનને હરાવ્યું, ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો

નવી દિલ્હી: એશિયન ગેમ્સમાં (Asian Games2023) ભારતીય ખેલાડીઓ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે. આ ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતે (India) બે ગોલ્ડ સહિત આઠ મેડલ જીત્યા હતા. હવે સાતમા દિવસે પણ ભારતીય ખેલાડીઓ પાસેથી મજબૂત રમતની અપેક્ષા છે.

એશિયન ગેમ્સની સ્ક્વોશ ઈવેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને છેલ્લા સેટમાં હરાવ્યું હતું. ભારતીય સ્ક્વોશ મેન્સ ટીમ ગેમમાં ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવ્યું. સૌરવ ઘોષાલ, અભય સિંહ અને મહેશ મંગાંવકરની ભારતીય ત્રિપુટીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મેચનો પહેલો સેટ પાકિસ્તાને જીત્યો હતો, જ્યાં મહેશ મંગાવકરને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ પછી ભારતે જોરદાર વાપસી કરીને પાકિસ્તાનને સતત બે સેટમાં હરાવ્યું અને એશિયન ગેમ્સમાં 10મો ગોલ્ડ મેડલ જીતીને ભારત માટે ઈતિહાસ રચ્યો. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની ટીમ સ્ક્વોશમાં ઘણી સારી હતી, પરંતુ ભારતે હાર ન માની અને ફાઇનલમાં તેને ખરાબ રીતે હરાવ્યું.

સ્ક્વોશમાં ભારતે મોટી સફળતા હાંસલ કરી છે. ભારતે મેન્સ ટીમ ઈવેન્ટમાં પાકિસ્તાનને 2-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ દરમિયાન પાકિસ્તાને ઓપનિંગ ગેમ જીતી હતી. ત્યારબાદ સૌરવ ઘોષાલે અજાયબી કરી મેચને 1-1ની બરાબરી પર લાવી દીધી હતી. ત્યારબાદ ત્રીજી અને નિર્ણાયક મેચમાં અભય સિંહે પાકિસ્તાની ખેલાડીને હરાવીને ભારતને જીત અપાવી હતી. એશિયન ગેમ્સની સ્ક્વોશ ઈવેન્ટમાં ભારતનો આ માત્ર બીજો ગોલ્ડ મેડલ હતો. આ પહેલા વર્ષ 2014માં પુરુષ ટીમે મલેશિયાને હરાવીને સિલ્વર મેડલ જીત્યો હતો.

રોહન બોપન્ના અને રૂતુજા ભોસલેએ ઐતિહાસિક પ્રદર્શન કરીને ટેનિસમાં મિશ્ર ડબલ્સમાં ગોલ્ડ હાંસલ કર્યો છે. ફાઇનલમાં રોહન-ઋતુજાએ પ્રથમ ક્રમાંકિત લિયાંગ એન શુઓ અને ચાઈનીઝ તાઈપેઈના સુંગ હાઓ હુઆંગને 2-6, 6-3, 10-4 (સુપર ટાઈબ્રેક)થી હરાવ્યા હતા. એશિયન ગેમ્સમાં ભારતનો આ 9મો ગોલ્ડ મેડલ હતો.

Most Popular

To Top