Sports

ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવ્યું, ટીમ ઈન્ડિયાની સતત પાંચમી જીત

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં ભારતનું શાનદાર પ્રદર્શન જારી રહ્યું છે. હરમનપ્રીત સિંહની ટીમ ઈન્ડિયાએ શનિવારે પૂલ સ્ટેજની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. કેપ્ટન હરમનપ્રીતે બંને ગોલ કર્યા હતા. આ ટૂર્નામેન્ટમાં ભારતની આ સતત પાંચમી જીત હતી. ટીમ ઈન્ડિયા પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.

ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં તેની 5મી લીગ તબક્કાની મેચમાં પાકિસ્તાનને 2-1થી હરાવીને શાનદાર જીત નોંધાવી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાનું આ ટૂર્નામેન્ટમાં છેલ્લા 8 વર્ષથી અજેય અભિયાન ચાલુ રહ્યું. ભારત માટે આ મેચમાં બંને ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહની સ્ટીકથી આવ્યા હતા. લીગ તબક્કામાં આ ટુર્નામેન્ટમાં ભારતની આ છેલ્લી મેચ હતી જેમાં તેણે તમામ મેચ જીતી છે.

ભારતે તેની પ્રથમ મેચમાં દક્ષિણ કોરિયાને 3-1થી હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ મલેશિયાને 8-1થી હરાવ્યું હતું. ત્રીજી મેચમાં ભારતીય ટીમે જાપાનને 5-1થી હરાવ્યું હતું. આ સાથે જ ચોથી મેચમાં હરમનપ્રીતની ટીમે ચીનને 3-0થી હરાવ્યું હતું. ભારતે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 21 ગોલ કર્યા છે, જ્યારે ચાર ગોલ ગુમાવ્યા છે. ભારતના ડિફેન્સે શાનદાર કામ કર્યું છે. આ ટૂર્નામેન્ટમાં હરમનપ્રીતે પાંચ અને અરાઈજીત સિંહે ત્રણ ગોલ કર્યા હતા.

મેચમાં પાકિસ્તાને પ્રથમ ગોલ કર્યો હતો
આ મેચની વાત કરીએ તો પાકિસ્તાન ટીમ તરફથી નદીમ અહેમદે 8મી મિનિટે ફિલ્ડ ગોલ કરીને પોતાની ટીમને મેચમાં 1-0ની લીડ અપાવી હતી. આ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ભારત કોઈ મેચમાં 1-0થી પાછળ હતું. આ પછી ભારતીય ખેલાડીઓ તરફથી આક્રમક રમત જોવા મળી હતી અને કેપ્ટન હરમનપ્રીત સિંહે પ્રથમ ક્વાર્ટરના અંત પહેલા પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને મેચને બરાબરી અપાવી હતી. બીજા ક્વાર્ટરની શરૂઆત સાથે જ ભારતીય ટીમને રમતની ચોથી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો અને આ વખતે પણ સરપંચ સાહેબના કેપ્ટન હરમનપ્રીત સિંહે ગોલ કરીને ભારતીય ટીમને મેચમાં 2-1ની સરસાઈ અપાવી. અહીંથી ફરી ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં બંને ટીમોએ ગોલ કરવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેઓ સફળ ન થયા અને અંતે ભારતે મેચ જીતી લીધી.

Most Popular

To Top