આજે તા. 21 નવેમ્બરને શુક્રવારથી ક્રિકેટ ઈતિહાસનો સૌથી હાઈવોલ્ટેજ ડ્રામા ધરાવતો એશિઝ જંગ શરૂ થયો છે. પરંપરાગત હરીફ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે પહેલી ટેસ્ટ મેચ રમાઈ. ટેસ્ટનો પહેલો દિવસ ખૂબ રોમાંચક રહ્યો હતો. આજે એક જ દિવસમાં 19 વિકેટ પડી હતી.
પહેલાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર સ્ટાર્કના તોફાન સામે ઈંગ્લેન્ડનો ધબડકો થયો તો પછી ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો નબળા સાબિત થયા. ઈંગ્લેન્ડને પહેલી ઈનિંગમાં 172 રન બનાવ્યા તેની સામે ઓસ્ટ્રેલિયાએ દિવસના અંત સુધીમાં પહેલી ઈનિંગમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. દિવસના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 9 વિકેટ ગુમાવી 123 હતો. હજુ પણ ઓસ્ટ્રેલિયા પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા કરતા 49 રન પાછળ છે.
પહેલા દિવસના હીરો સ્ટાર્કે 7 વિકેટ ઝડપી
સ્ટાર્કે 7 વિકેટ ઝડપી હતી અને ઈંગ્લેન્ડની ટીમ પહેલી ઇનિંગમાં 172 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એશિઝના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાના બોલરોએ ઈંગ્લેન્ડની ઇનિંગ્સ પર ભારે તબાહી મચાવી હતી . મિશેલ સ્ટાર્ક શરૂઆતના દિવસનો સ્ટાર રહ્યો હતો. તેણે સાત વિકેટ લીધી અને ઈંગ્લેન્ડ ફક્ત 172 રનમાં ઓલઆઉટ થઈ ગયું. સ્ટાર્કે 12.5 ઓવરમાં 58 રન આપીને 7 વિકેટ લીધી, જેમાં ચાર મેડનનો સમાવેશ થાય છે.

ડેબ્યુ કરનાર બ્રેન્ડન ડોગેટે પણ બે વિકેટ લીધી. મેચના પહેલા દિવસે મિશેલ સ્ટાર્કે ઓસ્ટ્રેલિયાને શાનદાર શરૂઆત અપાવી., પ્રથમ ઓવરના છઠ્ઠા બોલ પર જેક ક્રાઉલીને આઉટ કર્યો. સ્લિપમાં ઉસ્માન ખ્વાજાએ તેનો કેચ પકડ્યો. ત્યારબાદ સ્ટાર્કનો જાદુ ફરી કામ કરી ગયો.
ઝડપથી ઉભરતા બેન ડકેટને આઉટ કર્યો. ડકેટે 20 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો. સ્ટાર્કે થોડા સમય પછી જ જો રૂટને ત્રીજા સ્લિપમાં માર્નસ લાબુશેનના હાથે કેચ કરાવ્યો. એકંદરે, સ્ટાર્કે પહેલા કલાકમાં જ ઇંગ્લેન્ડની કમર તોડી નાખી.
રૂટની વિકેટ સ્ટાર્કની એશિઝમાં 100મી વિકેટ હતી. તે આ સિદ્ધિ મેળવનાર કુલ 21મો બોલર અને પ્રથમ ડાબોડી સીમર બન્યો. તેનો સ્ટ્રાઇક રેટ 44.8 આ 21 બોલરોમાં શ્રેષ્ઠ છે.
રૂટના આઉટ થયા પછી ઓલી પોપ અને હેરી બ્રુકે બાજી સંભાળી અને ઝડપથી રન બનાવ્યા. ત્યારબાદ કાર્યકારી કેપ્ટન સ્ટીવ સ્મિથે એક ચાલ ચલાવી અને કેમેરોન ગ્રીનને ઓવર સોંપી. તેણે તેની પહેલી જ ઓવરમાં ખતરનાક દેખાતા ઓલી પોપને એલબીડબ્લ્યુ આઉટ કર્યો. પોપે 58 બોલમાં 46 રન બનાવ્યા. લંચ સમયે, ઇંગ્લેન્ડનો સ્કોર 105/4 હતો. બેન સ્ટોક્સ અને હેરી બ્રુક ક્રીઝ પર હતા.
લંચ પછી સ્ટાર્કનો જાદુ ફરી એકવાર ચાલ્યો. તેણે ઇંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સને 6 રન પર બોલ્ડ આઉટ કર્યો. સ્ટોક્સના આઉટ થતાં, ઇંગ્લેન્ડનો સ્કોર 115/5 થઈ ગયો. બ્રુકની ધીરજ ટૂંક સમયમાં 52 રને ખુટી ગઈ અને તેણે ડેબ્યુટન્ટ બ્રેન્ડન ડોગેટના બોલ પર એલેક્સ કેરીને કેચ આપ્યો.
ત્યારબાદ ગુસ એટકિન્સન ફક્ત 1 રન બનાવીને મિશેલ સ્ટાર્કના બોલ પર સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો. આ ઇંગ્લિશ ટીમની સાતમી વિકેટ હતી. બ્રાઇડન કાર્સે એરિયલ શોટનો પ્રયાસ કર્યો પરંતુ ડોગેટના બોલ પર સ્ક્વેર લેગ પર લાબુશેન દ્વારા કેચ આઉટ થયો. મેચની 33મી ઓવરમાં સ્ટાર્કનો જાદુ ફરી એકવાર કામ કરી ગયો, અને ઇંગ્લેન્ડની ઇનિંગ્સનો અંત સતત બે વિકેટ સાથે થયો.
ઓસ્ટ્રેલિયાની પણ ખરાબ બેટિંગ
ઓસ્ટ્રેલિયાની શરૂઆત પણ ખરાબ રહી હતી. જોફ્રા આર્ચરે પ્રથમ ઇનિંગના બીજા બોલ પર ડેબ્યુટન્ટ ઓપનર જેક વેધરલ્ડને 0 રને LBW આઉટ કરાવ્યો. માર્નસ લાબુશેન (9) આર્ચર દ્વારા બોલ્ડ થયેલી બીજી વિકેટ હતી. સ્મિથ (17) પણ લાંબો સમય ટકી શક્યો નહીં. બ્રાયડન કાર્સેના બોલ પર હેરી બ્રુક દ્વારા કેચ આઉટ થયો . અનુભવી ઉસ્માન ખ્વાજા (2) પણ કાર્સેના બોલ પર વિકેટકીપર જેમી સ્મિથના હાથે કેચ આઉટ થયો.

આ ભાગીદારી વધુ મજબૂત થઈ શકી નહીં. ટ્રેવિસ હેડ (21) ને બેન સ્ટોક્સે આઉટ કર્યો. મિડ-ઓન પર કાર્સે કેચ કર્યો. અડધી ટીમ 76 રન પર આઉટ થઈ ગઈ. ત્યારબાદ સ્ટોક્સે ગ્રીન (24) ને આઉટ કર્યો અને જેમી સ્મિથે સ્ટમ્પ પાછળ બાકીની કામગીરી કરી. ટેઈલ-એન્ડર સ્ટાર્ક ફક્ત 12 રન બનાવી શક્યો, પરંતુ સ્ટોક્સે પણ તેનો કેચ પકડ્યો.
કાર્સે મિડ-ઓન પર કેચ પકડ્યો. સ્ટાર્કે એલેક્સ કેરીને પણ આઉટ કર્યો. ત્યાર બાદ સતત વિકેટ પડતી રહી. કેપ્ટન બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 123 રન પર 9 વિકેટ ગુમાવી દીધી હતી.