નવી દિલ્હી: દેશભરમાં નોંધાયેલા કોરોનાવાયરસ કેસમાં વધારા વચ્ચે આરોગ્ય મંત્રાલયે શનિવારે માર્ગદર્શિકાનો નવો સેટ બહાર પાડ્યો છે. સરકારે કેટલાક રાજ્યોમાં અપૂરતા કોવિડ -19 પરીક્ષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને યોગ્ય સ્તરે પરીક્ષણ ચાલુ રાખવા રાજ્યો અને સંઘ પ્રદેશોને જણાવ્યું હતું.
રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો માટે સંદેશાવ્યવહારમાં કહેવાયું છે કે, “છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં કેટલાંક રાજ્યોમાં કોવિડ-19 પરીક્ષણમાં ઘટાડો થયો છે અને ડબ્લ્યુએચઓ દ્વારા નિર્ધારિત ધોરણો એટલે કે 140 પરીક્ષણો/મિલિયનની તુલનામાં વર્તમાન પરીક્ષણ સ્તર અપૂરતા છે. જિલ્લાઓ અને બ્લોક્સના સ્તરે પરીક્ષણ પણ અલગ-અલગ હોય છે. કેટલાક રાજ્યો ઓછા સંવેદનશીલ રેપિડ એન્ટિજેન પરીક્ષણો પર ભારે આધાર રાખે છે.”
આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી હતી કે, કોવિડ-19 માટે સર્વોત્તમ પરીક્ષણ જાળવવું મહત્ત્વપૂર્ણ છે, જે તમામ રાજ્યોમાં સમાનરૂપે વિતરિત (કોવિડ કેસના નવા ક્લસ્ટરોના ઉદભવને હાથ ધરવા માટે યોગ્ય ફેરફારો સાથે)કરવામાં આવે છે
આદેશમાં કહેવાયું છે કે, ”કોઈપણ ઊભરતા હોટસ્પોટ્સને ઓળખવા અને વાયરસના સંક્રમણને રોકવા માટે આગોતરી પગલાં લેવા વિશેષ રૂપે મહત્ત્વપૂર્ણ છે.”
સરકારી આદેશમાં નોંધવામાં આવ્યું છે કે, કોરોનાવાયરસ અને ઈન્ફલ્યુએન્ઝા ટ્રાન્સમિશન મોડ, ઉચ્ચ જોખમની વસ્તી, ક્લિનિકલ ચિહ્નો અને લક્ષણોની દૃષ્ટિએ ઘણી સમાનતા ધરાવે છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, જ્યારે આ નિદાનની દૃષ્ટિએ હાજરી આપનાર ડોક્ટરો માટે ક્લિનિકલ મૂંઝવણ રજૂ કરી શકે છે, તે પણ આ બંને રોગોને સરળ જાહેર આરોગ્ય પગલાં જેમ કે ભીડભાડ અને નબળી વેન્ટિલેટેડ સેટિંગ્સને ટાળવા, હાથની સ્વચ્છતા જાળવવા વગેરેને અનુસરીને સરળતાથી અટકાવી શકાય છે.
માર્ગદર્શિકાના સલાહસૂચનો
- ભીડભાડ અને હવાની નબળી અવરજવર વાળી જગ્યાઓ પર જવાનું ટાળવું ટાળવું, ખાસ કરીને આરોગ્યની જોખમી સ્થિતિ અને વૃદ્ધોએ
- આરોગ્ય સંભાળ સુવિધાઓમાં ડોકટરો, પેરામેડિક્સ અને અન્ય આરોગ્યસંભાળ કામો કરનારા તેમજ દર્દીઓ અને તેમના પરિચારકો દ્વારા માસ્ક પહેરવા.
- ગીચ અને બંધ સેટિંગ્સમાં માસ્ક પહેરવા.
- છીંક કે ખાંસી વખતે નાક અને મોં ઢાંકવા માટે રૂમાલ અથવા ટીશ્યુનો ઉપયોગ કરવો.
- હાથની સ્વચ્છતા જાળવવી અને વારંવાર હાથ ધોવા.
- જાહેર સ્થળોએ થૂંકવાનું ટાળવું.
- પરીક્ષણને પ્રોત્સાહન આપવું અને લક્ષણોની વહેલી જાણ કરવી.
- શ્વસન રોગોથી પીડાતા હોય તો વ્યક્તિગત સંપર્ક મર્યાદિત કરો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને હોસ્પિટલની તૈયારીની જાણકારી લેવા પણ કહ્યું હતું; જેમાં દવા, આઈસીયુ પથારી સહિતની પથારીઓ, તબીબી સાધનો, તબીબી ઓક્સિજન, હાલની માર્ગદર્શિકા પર માનવ સંસાધનોની ક્ષમતા નિર્માણ, તેમ જ રસીકરણ કવરેજનો સમાવેશ થાય છે.
10 અને 11 એપ્રિલે દેશવ્યાપી મોકડ્રીલ
આદેશમાં જણાવાયું છે કે 10 અને 11 એપ્રિલના રોજ દેશવ્યાપી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં તમામ જિલ્લાઓમાંથી આરોગ્ય સુવિધાઓ (જાહેર અને ખાનગી બંને) ભાગ લેવાની અપેક્ષા છે. મોક-ડ્રીલની વિગતો 27 માર્ચે યોજાનારી વર્ચ્યુઅલ મીટિંગમાં રાજ્યોને જણાવવામાં આવશે. આ મોકડ્રીલમાં હોસ્પિટલોમાં કોવિડની સંભવિત વકરેલી સ્થિતિ સામે તૈયારીની સમીક્ષા કરવામાં આવશે. દિલ્હીની હોસ્પિટલોમાં રવિવારે મોકડ્રીલ થઇ શકે છે.