SURAT

રોડ પર દોડતો ટેમ્પો સુરતના ‘બાપના બગીચા’ ઢાબામાં ઘૂસી ગયો, અકસ્માતનો લાઈવ વીડિયો

સુરત: સુરત (Surat) શહેરના સારોલી (Saroli) વિસ્તારમાં શનિવારે રાત્રે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. સુરત હાઈવે નજીક આવેલા સારોલીના રોડ ભારે ટ્રાફિકથી (Traffic) ધમધમતો રહે છે. અહીં સર્વિસ રોડના કિનારે કેટલીક રેસ્ટોરાં અને ઢાબા આવેલા છે. આવા જ એક ઢાબામાં શનિવારે રાત્રે 7 કલાકને 19 મિનીટે પૂરપાટ ઝડપે દોડતો ટેમ્પો ધસી આવ્યો હતો. આ સમગ્ર ઘટના ઢાબાના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે રાત્રે સારોલી વિસ્તારમાં આવેલા ”બાપનો બગીચો” ઢાબામાં એક બોલેરો (Bolero) પીક અપ વાન ફૂલસ્પીડમાં ધસી આવ્યો હતો અને બધું તહસ નહસ કરી નાંખ્યું હતું. બાપનો બગીચો ઢાબામાં ખાટલા અને ખુરશી પર કેટલાંગ ગ્રાહકો બેઠાં હતાં ત્યારે એક બોલેરો પીક અપ વાન અંદર ઘુસી ગયું હતું અને ઢાબાની દિવાલો તોડી, ખાટલા-ખુરશી અને ગ્રાહકો પર ચઢી જઈ છેક બીજી કોર્નર સુધી પહોંચી ગયું હતું. બોલેરો પીક અપ વાનના ડ્રાઈવરે સ્ટીયરીંગ વાન પર કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

ઘટના એટલી અચાનક બની હતી કે ગ્રાહકોને પોતાની ખુરશી પરથી ઉઠીને ભાગવાનો સમય પણ મળ્યો નહોતો. કેટલાંક ગ્રાહકો ટેમ્પો નીચે આવી ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. ઘટના બાદ ચાલક ભાગી છૂટ્યો છે. પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ લઈ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતમાં 3 ગ્રાહકોને ગંભીર ઈજા
આ મામલે બાપનો બગીચો નામના ઢાબાના માલિક નિલેશ જૈન (ઉં.વ. 50) એ સારોલી પોલીસને અજાણ્યા બોલેરો ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી છે. નિલેશ જૈને પોલીસને જણાવ્યું કે શનિવારે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં સારોલીના સર્વિસ રોડ પરથી આવતા એક બોલેરો ટેમ્પો (GJ-04-AW-0620) ના ચાલકે ગફલતભરી રીતે ટેમ્પો હંકારી રોડની સાઈડ પર આવેલા તેમના ઢાબામાં ઘુસાડી તેમના ઢાબાનું શટર તથા કાઉન્ટર તોડી ઢાબામાં રહેલી ખુરશીઓ તેમજ ખાટલાઓ તોડી ઢાબાના પાછળના પતરાંનો શેડ તોડી અંદાજે બે લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. આ અકસ્માતમાં વિકાસ બારો સહિત 3 ગ્રાહકોને ઈજા પહોંચાડી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top