SURAT

સુરત પોલીસે ઇકો અટકાવતાં જ યુવકો ભાગવા લાગ્યા, ગાડીમાંથી દારૂ મળ્યો, ઉત્તરાયણના પ્લાનિંગ પર પાણી ફરી વળ્યું

સુરત : (Surat) ઉત્તરાયણ (Uttrayan) તહેવારની ઉજવણીના લીધે મોટી માત્રામાં સુરત શહેરમાં દારૂ ઠલવાઈ રહ્યો છે, ત્યારે ઈકો કારમાં સુરતમાં લાવવામાં આવી રહેલો દારૂ સુરત પોલીસે નાટ્યાત્મક રીતે પકડી પાડ્યો છે.

  • સ્ટેશન પાસે પોલીસે અટકાવેલી ગાડીમાંથી ડ્રાઇવર પકડાયો, જ્યારે અન્ય ચાર શખ્સો ભાગી જતાં વોન્ટેડ જાહેર કરાયા
  • પોલીસે 4 હજારનો દારૂ, ત્રણ લાખની ઇકો કાર સહિત કુલ્લે 3.44 લાખનો મુદ્દામાલ કબજે લીધો

ટ્રાફિક શાખાના રીજીયન-2માં ફરજ બજાવતા એએસઆઇ સુરેન્દ્ર પીરાજી પોતાના સ્ટાફ સાથે સ્ટેશન આયુર્વેદિક ગરનાળા પાસે પેટ્રોલીંગ કરતા હતા. આ દરમિયાન ગરનાળામાંથી એક ઇકો ગાડી (Eco car) બહાર આવી હતી. પોલીસે (Police) આ ગાડીને આંતરીને પુછપરછ કરતા જ તેમાં પાછલ બેઠેલા બે યુવકો પોલીસને જોઇને ભાગવા લાગ્યા હતા. પોલીસે ઇકો ગાડીના ડ્રાઇવર નામે હિરેન ઉર્ફે વિક્કી ધનસુખભાઇ પટેલ (રહે. રૂદરપુરા, લાપસીવાલાની ચાલ, અઠવાલાઇન્સ)ને પકડી લીધો હતો.

પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી અલગ અલગ વિદેશી બનાવટની રૂા. 34 હજારની કિંમતની દારૂની (liquor) બોટલો મળી આવી હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી 34 હજારનો દારૂ, ત્રણ લાખની ઇકો કાર સહિત કુલ્લે 3.44 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો અને વિક્કીની ધરપકડ (Arrest) કરી હતી, જ્યારે રાહુલ ઉર્ફે લોલી રમેશભાઇ રાણા (રહે. લાપસીવાલાની ચાલ, રૂદરપુરા), પિયુષ સુભાષભાઇ ઘોડિયા પટેલ, અજય તેમજ જીગ્નેશ હરીશભાઇ કહાર (રહે. ભંડારીવાડ, નાનપુરા)ને વોન્ટેડ (Wanted) જાહેર કરવામાં આવ્યા હતા.

ચોરીના બાઈક પર હથિયારો સાથે મોટાપાયે લૂંટફાટ કરતો રીઢો આરોપી ઝડપાયો
સુરત ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે વરાછા, ડાહ્યાપાર્ક સોસાયટી ખાતેથી નિકુલ ઉર્ફે ડક્કર ચકુરભાઇ ભીંગરાડીયા જાતે લેઉવા પટેલ (ઉ.વ.21, રહે. માતાવાડી ડાહ્યા પાર્ક સોસાયટી ખાતે ફુટપાથ ઉપર, વરાછા તથા મુળ પાલીતાણા જી.ભાવનગર)ને એક લાલ કલરની રોયલ એનફિલ્ડ બુલેટ સાથે પકડી પાડ્યો હતો. બુલેટ બાબતે પુછતા ગોડાદરા સંસ્કૃર્તિ માર્કેટના બેઝમેન્ટ પાર્કિંગમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

પોકેટ કોપ મોબાઇલ ફોનથી ખાતરી કરતા આ બુલેટ મોટર સાયકલ અંગે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. આરોપીની વધારે પુછપરછ કરતા વરાછા હિરાબાગ પાસે આવેલી જુની શક્તિ વિજય સોસાયટીમાંથી બુલેટ મોટર સાયકલની તથા વરાછા મીની બજાર ખાતે આવેલી પટવા બિલ્ડિંગના પાર્કિંગમાંથી હોન્ડા શાઇન મોટર સાયકલની, વરાછા મીની બજાર ખાતે આવેલા પ્રિન્સેસ પ્લાઝામાંથી હોન્ડા ડ્રીમ યુગા મોટર સાયકલ, વરાછા ઠાકોરદ્વાર સોસાયટીમાંથી હોન્ડા શાઇન મોટર સાયકલ, વરાછા ભરતનગર ખાતેથી બુલેટ મોટર સાયકલ, વરાછા ઘનશ્યામનગર ખાતેથી હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ તેમજ પાંચેક માસ અગાઉ ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલા ટોપ થ્રી સીનેમા સર્કલ પાસેથી હોન્ડા શાઇન મોટર સાયકલની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. છ માસ પહેલા વરાછા ભગીરથ સોસાયટીમાં પાર્ક કરેલ એક કાળા કલરની બુલેટ મોટર સાયકલ જેનો (GJ-05-PN-5775)ની ચોરી કરી હતી અને તેને વરાછા બાલાજીનગર ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કરી દીધી હોવાની કબુલાત કરી હતી. આરોપી પાસેથી અલગ અલગ મોટર સાયકલ મળી કુલ 3.60 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

Most Popular

To Top