એક દિવસ કાન્તાબા પોતાની નાની બહેન પાસે રડતાં હતાં કે મેં ઘરમાં જાન ન્યોછાવર કરી કેટલું કામ કર્યું. ઘણા બધાને સાચવ્યા, દિયર નણંદનાં લગ્ન કર્યાં.ત્રણ દીકરા મોટા કર્યા પરણાવ્યા.દીકરી પરણાવી. આજે બધા પોતાના ઘરે સુખી છે પણ દિયર- દેરાણી કે નણંદ કે પોતાના દીકરા-વહુ કે દીકરી-જમાઈ કોઈ મારું ધ્યાન રાખતું નથી. કાન્તા બા ના પતિ મોટા ઓફિસર હતા. ઘણું મૂકી ગયા હતા. પેન્શન પણ આવતું હતું. આમ કોઈ કમી ન હતી. કાન્તા બા બધાને પ્રેમથી સાચવતાં પણ બધાં લોકો સ્વાર્થી હતાં.
વહુ-દીકરાને મા ના પૈસા જોઈતા હતા પણ સાથે રાખી સેવા કરવી ન હતી.એટલે તેઓ એકલાં રહેતાં હતાં.દીકરી થોડું થોડું ધ્યાન રાખતી પણ સાસરામાં કામ હોય તો મા ને ભૂલી જતી.આ બધાના વર્તનથી તેમને બહુ દુઃખ થતું અને આજે બહુ દિવસે નાની બહેન પાસે તેઓ હૈયું ઠાલવી રહ્યાં હતાં. નાની બહેન બોલી, ‘જો બહેન, એક વાત પૂછું, તારી પાસે બે લીટર દૂધ છે અને તારે તે કોઈને આપી દેવું છે કારણ કે તને તો એક જ કપ દૂધ જોઈએ છે.તું પ્રેમથી બાકીનું દૂધ આપવા ઈચ્છે છે પણ જે લેવા આવે છે તેની પાસે નાનકડો ગ્લાસ જ છે તેમાં તું બે લીટર દૂધ નાખીશ તો શું થશે?’
કાન્તા બા બોલ્યાં, ‘હોય કંઈ, નાના ગ્લાસમાં માંડ પા લીટર દૂધ સમાય, બે લીટર નાખીએ તો ઢોળાઈ જાય.’ બહેને કહ્યું, ‘બરાબર છે તારી વાત. જેટલું જેમાં સમાય તેટલું જ તેમાં નખાય.પણ તેં જીવનમાં ભૂલ કરી છે કે સામેવાળું લાયક હોય કે ન હોય, તેં બધાને પ્રેમ, લાગણી, પૈસા, મદદ બધું જ બહુ આપ્યું છે અને એટલે કોઈને તેની કિંમત નથી.જે વ્યક્તિ જેટલું મેળવવાને લાયક હોય તેટલું જ તેને આપવું જ જોઈએ.તારાં પોતાનાં લોકોને તે પ્રેમથી પોતાનાં ગણીને અગણિત આપ્યું છે પણ લોકોએ તેની કોઈ કિંમત કરી નથી અને તારું પણ માન નથી રાખ્યું.
તારી પાસેથી મેળવવું છે પણ તને પ્રેમ નથી આપવો અને તારી સંભાળ નથી લેવી તો એવાં સ્વજનો કંઈ મેળવવાને લાયક નથી. તું જરા કડક થા.પ્રેમમાં આંધળાં બન્યા વિના,મમતામાં ખેંચાયા વિના બધાને હકીકત સમજાવ કે તું આવું વર્તન નહિ ચલાવી લે અને જે ખરાબ વર્તન કરશે તે તારી પાસેથી કંઈ મેળવવાની આશા ન રાખે.’ નાની બહેને મોટી બહેનને જીવનના સત્યથી વાકેફ કરાવી સાચો રસ્તો દેખાડ્યો.