દિવાળી પછી કોરોનાના કેસ વધતા અમદાવાદમાં બહારથી આવતા લોકોના ટેસ્ટ કરાશે – Gujaratmitra Daily Newspaper

Gujarat

દિવાળી પછી કોરોનાના કેસ વધતા અમદાવાદમાં બહારથી આવતા લોકોના ટેસ્ટ કરાશે

દિવાળી બાદ અમદાવાદમાં કોરોનાએ માથું ઉચક્યું છે. જેના પગલે અમદાવાદ મનપા તંત્ર સર્તક બન્યું છે, અને અમદાવાદમાં બહારથી આવતા લોકોના ટેસ્ટ કરવા એન્ટ્રી પોઈન્ટ ઉપર ટેસ્ટિંગ ડોમ ઉભા કરાઈ રહ્યા છે. જ્યારે જાહેર સ્થળો ઉપર વેક્સિન વગરનાને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેને જ જાહેર સ્થળો પર પ્રવેશ આપવામાં આવશે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં દિવાળી પછી કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર એક્શન મૂડમાં આવી ગયું છે, અને તકેદારીના તમામ પગલાઓ લેવાના શરૂ કરી દીધા છે. અમદાવાદ બહારથી આવતા તમામ લોકોના ટેસ્ટ થઈ શકે તે માટે તમામ એન્ટ્રી પોઈન્ટ ઉપર ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત બહાર ગયેલા લોકોના ટેસ્ટ થાય તે ખાસ આયોજન કર્યું છે.

આ ઉપરાંત જાહેર સ્થળો જેવા કે રીવર ફન્ટ, કાંકરિયા લેક, લાઇબ્રેરી, સ્વિમિંગ પૂલ, એએમટીએસ, બીઆરટીએસ બસ સેવા, સિવિક સેન્ટરોમાં વેક્સિન વગર વ્યક્તિઓને પ્રવેશ આપવામાં નહીં આવે. અમદાવાદ શહેરમાં હજુ પણ નવ લાખ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે. આ તમામ લોકોને ઝડપથી બીજો ડોઝ મળી રહે તે માટે અમદાવાદ મનપા દ્વારા વેક્સિન ડ્રાઇવ શરૂ કરવામાં આવી રહ્યું છે. જેથી ઝડપથી વેક્સિનેશન કાર્ય પૂર્ણ થાય

Most Popular

To Top