શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને (Shahrukh Khan Son Aryan Khan) આજે પણ જામીન (Bail) મળ્યા નથી. મુંબઈ હાઈકોર્ટે (Mumbai Highcourt) હવે 28 ઓક્ટોબરની તારીખ આપી છે. આજે આર્યન, અરબાઝ મર્ચન્ટ (Arbaz merchant) અને મોડલ મુનમુન ધામેચા વતી તેમના વકીલોએ હાઈકોર્ટ સમક્ષ દલીલો કરી હતી. આવતીકાલે અનિલ સિંહ NCB વતી ત્રણેય આરોપીઓની ઉલટતપાસ કરશે. આવતીકાલે ફરી એકવાર હાઈકોર્ટમાં ડ્રગ્સ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આમ, આજની રાત પણ આર્યન ખાને આર્થર રોડ જેલમાં વીતાવવી પડશે.
આર્યનને એ ગુન્હામાં પકડ્યો જે થયો જ નથી
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના જામીન પર હાઈકોર્ટમાં બીજા દિવસની સુનાવણી થઈ હતી. અમિત દેસાઈ અરબાઝ મર્ચન્ટનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેણે કોર્ટને કહ્યું કે આર્યન, અરબાઝ અને મુનમુન માત્ર ડ્રગ્સ લેવા માટે આવ્યા હતા અને કોઈ ષડયંત્ર નથી. તેમણે કહ્યું કે દવાઓ ફક્ત અંગત ઉપયોગ માટે હતી, વધુ કંઈ નથી.
આર્યન ખાનના વકીલે કોર્ટ સમક્ષ આ દલીલ કરી
- આર્યન પાસે ડ્રગ્સ મળ્યું નથી એટલે NCB એ ખોટી રીતે ધરપકડ કરી છે.
- આર્યનને જામીન પર છોડ્યા બાદ પણ તપાસ થઈ શકે છે.
- NCB બોલાવશે ત્યારે આર્યન ખાન હાજર થઈ જશે, કસ્ટડીમાંથી મુક્ત કરો.
- આર્યન ખાન પાસે ડ્રગ્સ મળ્યું જ નથી, તેને ગુન્હો કર્યો નથી તો ધરપકડ કેમ કરાઈ.
- કાવતરાની વાત ખોટી છે, અંગત ઉપયોગ માટે અરબાઝે ડ્રગ્સ મંગાવ્યું હતું.
- જે ગુન્હામાં 1 વર્ષની જ સજા છે, તેના માટે કસ્ટડીમાં રાખવા અયોગ્ય.
- આર્યન ખાને 20થી વધુ દિવસ કસ્ટડીમાં વિતાવ્યા છે. આ દરમિયાન કોઈની ધરપકડ કરાઈ નથી.
દેસાઈએ જણાવ્યું હતું કે, પ્રથમ રિમાન્ડમાં પણ કોઈ કાવતરાની વાત થઈ નથી. બાદમાં, મેજિસ્ટ્રેટ કોર્ટને કહેવામાં આવ્યું કે એક ષડયંત્ર હતું જેના કારણે 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જોકે આવું થયું નથી. જે કેસમાં અમે 20 દિવસથી વધુ કસ્ટડીમાં વિતાવ્યા છે, આજદિન સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, ષડયંત્ર એ અલગ ગુનો છે. તેમણે કહ્યું કે અમે ફક્ત 1 વર્ષની સજાના ગુનામાં જ જામીન માંગીએ છીએ. જ્યારે સજા માત્ર એક વર્ષની છે તો પછી કસ્ટડીની શું જરૂર છે. જામીન મળે તો પણ તપાસ આગળ વધી શકે છે. NCB જ્યારે બોલાવશે ત્યારે આર્યન ખાન આવી જશે, તો પછી કસ્ટડીની શું જરૂર છે.
આ અગાઉ આર્યન વતી પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ મંગળવારે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ન્યાયાધીશે વધુ દલીલો માટે બુધવારે લંચ બાદ સમય આપ્યો હતો. અમિત દેસાઈ બાદ ASG અનિલ સિંહ NCB વતી ઊલટતપાસ કરશે. મંગળવારે મુકુલ દેસાઈએ કોર્ટને જણાવ્યું હતું કે NCBને તેમના અસીલ વિરુદ્ધ કંઈ મળ્યું નથી. તેણે એવી પણ દલીલ કરી હતી કે આર્યનની વોટ્સએપ ચેટ્સ ક્રૂઝ પાર્ટી રેડ સાથે સંબંધિત નથી પરંતુ જૂની છે. માત્ર ચેટના આધારે તેને 20 દિવસ સુધી જેલમાં ન રાખી શકાય.