National

દિલ્હી: મનીષ સિસોદિયા બાદ હવે CM અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી, EDએ મોકલી નોટિસ

નવી દિલ્હી(NewDelhi) : છેલ્લા 8 મહિનાથી જેલમાં (Jail) બંધ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી (DelhiExDeputyMinister) મનીષ સિસોદિયાને (ManishSisodiya) સુપ્રીમ કોર્ટમાંથી (SupremeCourt) પણ રાહત મળી નથી. આજે સોમવારે સિસોદિયાની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે તેમને જામીન (Bail) આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે હવે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. EDએ તેમને નોટિસ મોકલીને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. દિલ્હીની નવી લિકર પોલિસીના મામલામાં EDએ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે. અગાઉ સીબીઆઈએ એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રીને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

મનીષ સિસોદિયાની દિલ્હી લિકર પોલિસીમાં (LequorPolicyScam) કથિત ભ્રષ્ટાચાર (Curroption) અને મની લોન્ડરિંગના (MoneyLondaring) આરોપોને કારણે આ વર્ષે 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. મનીષ સિસોદિયાને જામીન ન મળવાને તપાસ એજન્સીઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) માટે મોટી જીત માનવામાં આવે છે.

આ કેસમાં નંબર વન આરોપી બનાવવામાં આવેલા સિસોદિયાની ફેબ્રુઆરીમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સિસોદિયા પર આ કેસમાં પુરાવાનો નાશ કરવાનો અને કેટલાક દારૂના વેપારીઓ માટે નાણાકીય લાભના બદલામાં નીતિ લાગુ કરવા માટે અન્ય આરોપીઓ સાથે કાવતરું કરવાનો આરોપ છે.

ત્યાર બાદ EDએ માર્ચમાં મની લોન્ડરિંગના આરોપમાં સિસોદિયાની ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટ પહેલા ટ્રાયલ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટે પણ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. અમે તમને સિસોદિયાની જામીન અરજી ફગાવવાના પાંચ કારણો જણાવી રહ્યા છીએ. જે આરોપોના આધારે કોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી છે તેમાંનો એક આરોપ પુરાવાનો નાશ કરવાનો છે.

તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, મનીષ સિસોદિયાએ જાન્યુઆરી 2020થી ઓગસ્ટ 2022 વચ્ચે ત્રણ મોબાઈલ હેન્ડસેટનો ઉપયોગ કર્યો હતો. CBIએ તેમનો છેલ્લો ફોન 19 ઓગસ્ટ, 2022ના રોજ જપ્ત કર્યો હતો, જ્યારે તપાસ એજન્સીએ તેમના ઘરની તલાશી લીધી હતી. જપ્ત કરાયેલા ફોનનો ઉપયોગ સિસોદિયા 22 જુલાઈ, 2022થી કરી રહ્યા હતા, જે દિવસે ગૃહ મંત્રાલયે કેસ સીબીઆઈને મોકલ્યો હતો.

અધિકારીઓને શંકા છે કે જ્યારે મનીષ સિસોદિયાને આ વાતને વેગ મળ્યો કે સીબીઆઈ આ કેસની તપાસ કરશે ત્યારે તેમણે પોતાનો જૂનો ફોન નષ્ટ કરી નાંખ્યો અને નવો ફોન વાપરવાનું શરૂ કર્યું હતું. અધિકારીઓને શંકા છે કે મનીષ સિસોદિયાએ આ કેસમાં ડિજિટલ પુરાવાનો ઉપયોગ કર્યો હતો. ફોનને નષ્ટ કરવામાં આવ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેની પ્રથમ ચાર્જશીટમાં આરોપ મૂક્યો હતો કે ગુનાના સમયગાળા દરમિયાન સિસોદિયાએ એક ડઝનથી વધુ મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો અને તેમાંથી ડિજિટલ પુરાવાનો નાશ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે તપાસ એજન્સીઓએ 338 કરોડ રૂપિયાના વ્યવહારોને કામચલાઉ રીતે સાબિત કર્યા છે. મનીષ સિસોદિયા માટે આ એક મોટો ફટકો છે કારણ કે આમ આદમી પાર્ટી દાવો કરી રહી હતી કે આ કેસમાં પૈસાની કોઈ લેવડ-દેવડ થઈ નથી.

એજન્સીઓએ અદાલત સમક્ષ એ દલીલ કરી હતી કે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી ચીફ મિનીસ્ટર મનીષ સિસોદીયા લીકર પોલિસીના મામલામાં સાક્ષીઓને ધમકાવી શકે છે. એજન્સીઓને કહ્યું કે જો તેમને જામીન પર મુક્ત કરાયા તો સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. સાક્ષીઓ પોતાના નિવેદન બદલી શકે છે.

Most Popular

To Top