ધર્મ એટલે ધારણ કરવા યોગ્ય કર્મ, માનવ માટે સાચો ધર્મ માનવધર્મ જ છે. હિન્દુ – મુસ્લિમ વચ્ચેનો સંઘર્ષ અને ભેદભાવ દૂર કરવામાં ફિલ્મી જગતનો ફાળો ઘણો રહ્યો છે. હાલમાં ે ‘શોટાઇમ’ પૂર્તિમાં હૃદયને ગાતા ગીતો રજુ થયેલું. ગીતકાર શકીલ બદાયુની, સંગીતકાર નૌશાદ અને રફી સાહેબના કંઠે ગવાયેલું ફિલ્મ ‘અમર’નું ‘ઇન્સાફ કા મંદિર હૈ’ ગીત એક ઉદાહરણ કહી શકાય. આ ત્રિપુટીનું ‘બૈજુ બાવરા’ ફિલ્મનું ગીત ‘ઓ દુનિયા કે રખવાલે’ અને ‘મન તડપન હરિ દર્શન કો આજ’ ને ગણી શકાય. મ.રફીનું ગાયેલું ‘નયા દૌર’નું ગીત ‘આતા હૈ તો આ રાહ મેં કુછ દેર નહીં હૈ’ અને ‘નયા દાૈર’નું ગીત ‘આના હૈ તો આ રાહ મેં કુછ દેર નહીં હૈ’ અને ‘તુલસીદાસ’ ફિલ્મનું ‘મુઝે અપની રાહ શરણ મેં લે લો રામ’ જેવા ઘણા ભજનો લઇ શકાય. બી.આર. ચોપરાની લોકપ્રિય ટી.વી. ધારાવાહિકના પટકથાકાર અને સંવાદ લેખક ડો. રાહી માસુમ રઝા સાહેબ હતા. મુસ્લિમ લેખક પોતાને મા ગંગાના પુત્ર માને છે. ‘સાહેબ, બીબી ઔર ગુલામ’ ફિલ્મમાં મીનાકુમારી અને વહીદા રહેમાન બંને મુસ્લિમ અભિનેત્રીએ અવિસ્મરણીય અભિનય કર્યો હતો.
સુરત – પ્રભા પરમાર – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
કલાકારનો સ્વધર્મ કલા
By
Posted on