Business

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ AI Programming

આપણે જયારે ન્યૂઝપેપરમાં, સોશ્યલ મીડિયામાં જાણીએ કે ડ્રાઇવરલેસ કાર કે રોબોટ દ્વારા સર્જરી ત્યારે આપણને આનંદ સાથે આશ્ચર્ય થાય કે વિજ્ઞાન ખૂબ આગળ વધી ગયું છે. ખરેખર જ! પરંતુ મશીન પાસે કામ કરાવવાના વિચારો તો માનવીને જ આવે ને. તો શું છે AI ?

કોમ્પ્યુટર સાયન્સની દુનિયામાં મશીનને આપણે કમાન્ડ આપીએ છીએ ત્યારે વ્યકિતની વિચારવાની શકિતને કોઇ મશીન કે ડિવાઇસમાં સેટ કરી દઇએ છીએ અને એ પછી મશીન જાતે જ નિર્ણય લેવા માંડે છે. કયું કાર્ય કયારે થશે? કેવી રીતે થશે? એને ‘આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ’ – ટૂંકમાં AI કહેવામાં આવે છે.

હાલમાં AIના ક્ષેત્રે ઘણી પ્રગતિઓ થઇ રહી છે. આપણી જિંદગીનાં વિવિધ ક્ષેત્રે AIના પગપેસારાથી માનવીની જિંદગીને વધુ સરળ બનાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે.

– માઇક્રોસોફટ કેન્સરની ટ્રીટમેન્ટ માટે AI  વિકસાવી રહ્યું છે. CNN રીપોર્ટ પ્રમાણે ચિલ્ડ્રન મેડિકલ સેન્ટરમાં AI  રોબોટ દ્વારા સફળ ડેમોન્સ્ટ્રેટ સર્જરી કરવામાં પણ આવી.

– ફાઇનાન્સ અને ઇકોનોમિક ક્ષેત્રે પણ ક્રેડિટ કાર્ડ કે બેન્કમાં થતાં ફ્રોડને શોધવા માટે પણ AIનો સહારો લેવામાં આવે છે.

– ઓટોમોબાઇલ ક્ષેત્રે ડ્રાઇવરલેસ કાર પર AI  કામ કરી રહી છે.

– અરે ડિફેન્સ ક્ષેત્રે પણ કોમ્બેટ વાહનો બનાવવામાં AI નો ઉપયોગ થઇ રહ્યો છે.

– હોમ ઓટોમેશન માટે AI ને સપોર્ટ કરવા માટે વિવિધ ડિવાઇઝ બનાવવા કે એને લગતાં પ્રોગ્રામીંગમાં ખૂબ રસપ્રદ કામ ચાલે છે. આપણે સૌ જાણીએ છીએ કે એમેઝોન એલેક્સા – માણસના અવાજ પરથી એ વ્યકિતએ આપેલા આદેશનું પાલન કરે છે. દા.ત. જેમ કે કોઇ વ્યકિત કહે કે અત્યારે નજીકમાં આવેલા સિનેમામાં કયું મુવી લાગ્યું છે તો એલેક્સા એ મુવીની માહિતી અવાજ દ્વારા આપશે.

ગુજરાતની હોમ ઓટોમેશન કંપનીનાં ઓનર અને સ્થાપક AI  વિષે કહે છે કે ‘યુઝરના વપરાશ પ્રમાણે AI  વર્ક કરે છે! ઘરની સિકયોરીટી કે પછી ઇલેક્ટ્રિસિટી મેનેજ કરવાનું કામ કરે છે.

મિત્રો, કેવુ સારું લાગે કે, આપણો આદેશ ઉથાપે નહીં અને એનું અક્ષરશ: પાલન થાય.

 થોડું જાણીએ કે AI કેવી રીતે કામ કરે છે? જેથી ભણવાના વિવિધ વિષયોની જાણકારી સરળ બની રહે.

આ બંને કામ માટે AI અલગ અલગ

જેનેટિક અલગોરિધમ (Genetic Algorithems) પર કામ કરે છે. આ અલગોરિધમ મશીન લર્નિંગ દ્વારા કમ્પ્યુટર લેન્ગવેજ ડેવલપ કરવામાં આવે છે.

AI માં પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ થાય છે. જેમણે પોતાની કારકિર્દી AI માં બનાવવી છે તેમને માટે પાંચ પ્રોગ્રામીંગ ભાષાની માહિતી

(1) પાયથન (Python): પાયથન એ AI માટે ડેવલપર્સની પસંદગીની ભાષા છે. પોર્ટેબલ ભાષા છે તથા મલ્ટિ – પેરાડિશ્રામ પ્રોગ્રામીંગ છે જે પ્રોગ્રામીંગની ઓબ્જેકટલક્ષી, પ્રક્રિયાગત અને ફંકશન શૈલીઓને સપોર્ટ કરે છે.

(2) સી પ્લસ પ્લસ (C++): સૌથી ઝડપી કોમ્પ્યુટર લેંગ્વેજ છે. જે સમય સંવેદનશીલ છે. જેનો સર્ચ એન્જિનમાં અને કોમ્પ્યુટર ગેમના ડેવલપમેન્ટમાં ઉપયોગ કરવામાં આવે છે.

(3) જાવા (Java): મલ્ટી પેરાડિમ ભાષા છે. જે Read / Run ના સિધ્ધાંતને અનુસરે છે. કોઇ પણ પ્લેટફોર્મ પર ચાલી શકે છે.

(4) પ્રોલોગ: (Prolog): એ સૌથી જૂની પ્રોગ્રામીંગની ભાષાઓમાંની એક છે. આ ભાષા પ્રોગ્રામીંગ માટે પેટર્ન મેચીંગ, ડેટા સ્ટ્રકચરીંગ અને ઓટોમેટિક બેકટ્રેકિંગ જેવી મૂળભૂત પધ્ધતિઓને સમર્થન આપે છે.

(5) લીસ્પ (Lisp): કૃત્રિમ ગુપ્ત માહિતીના વિકાસ માટે Lisp પ્રોગ્રામીંગ વપરાય છે.

તો મિત્રો, થોડી થિયોરેટીકલ માહિતીથી ખ્યાલ આવી ગયો હશે કે AI આપણા જીવનનો હિસ્સો બનવાની તૈયારી છે અને વિવિધ કાર્યો કરી આપણને મદદરૂપ થવાની ટેકનોલોજી છે.

તો AI ના degree courses – BE, IIT કે Post graduationમાં મળી રહે છે. ભારતમાં ટોપ B.Tech કોલેજીસમાં પ્રવેશપ્રક્રિયા ચાલુ જ છે. જેમણે BE in Computer Science કર્યું છે તેમને ઓનલાન પણ AI ના સર્ટિફિકેટ કોર્સિસ મળી રહે છે.  તમારી જરૂરિયાત પ્રમાણે AI ના ક્ષેત્રે આગળ વધી શકો છો.

– ધો. ૧૨ વિજ્ઞાનશાખામાં ગણિત ગ્રુપ સાથે પાસ કરેલું હોવું જોઇએ સાથે JEE અને જેતે સંસ્થાની પ્રવેશપરીક્ષા હોય તો તે પ્રમાણે એડમિશન પ્રક્રિયા થાય છે.

તો મિત્રો, જો તમારે વિવિધ ક્ષેત્રમાં AI નો ઉપયોગ કરવો હોય તો ઉપર જણાવેલ કુશળતા હોવી જરૂરી. હમણાં યુથને ગેમીંગ ક્ષેત્રે જવાની ઇચ્છાઓ ખૂબ જ પ્રબળ હોય પણ એને જોઇતી કુશળતાઓનો અભાવ હોય તો સફળ ન થવાય.

કોર્ષ કર્યા પછી નોકરીની / વ્યવસાયની તકો

  • – Algorithms Specialist
  • – Robotic Engineers
  • – Military and aviation electricians working
  • – Software Developer
  • – Computer Scientists
  • – Research Scientists
  • – Engineering Consultants

Most Popular

To Top