જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મંગળવારે સાંજે એક આર્મી વાન 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. વાનમાં 18 સૈનિકો હતા. ઘટનામાં 15 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પાસે બની હતી. પુંછ જિલ્લાના મેંઢર સબ ડિવિઝનના બાલનોઈ વિસ્તારમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખાઈમાં પડી ગયું છે. આ ઘટનામાં 15 સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર છે. પુંછ જિલ્લાના મેંઢરના બાલનોઈ વિસ્તારમાં ઘાયલ સૈન્યના જવાનોને શોધવા માટે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 11 મરાઠા રેજિમેન્ટનું વાહન 18 આર્મી જવાનો સાથે પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) તરફ જઈ રહ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર પૂંછ જિલ્લાના મેંઢર સબ-ડિવિઝનના માનકોટ સેક્ટરના બલનોઈ વિસ્તારમાં ભારતીય સેનાનું એક વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં મોટો અકસ્માત થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં 15 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈન્યના જવાનો એક વાહનમાં તેમની ચોકી તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને આ અકસ્માત થયો. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે વાહનમાં કુલ 18 સૈનિકો હતા.
કેટલાક ઘાયલોની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે, અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક સૈનિકોના મોતની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે અને રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટના LoC નજીક બની હતી જે પોલીસ ચોકી માનકોટ અને પોલીસ સ્ટેશન મેંઢર હેઠળ આવે છે.
આ પહેલા 17 સપ્ટેમ્બરની રાત્રે જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેનાનું અર્મડા વાહન ખાડામાં પડી ગયું હતું. આ ઘટનામાં 4 જવાનો ઘાયલ થયા હતા. આ ઘટના પહાડી જિલ્લાના માંજાકોટ વિસ્તારમાં બની હતી.
વર્ષ 2023માં લદ્દાખમાં 9 જવાનો શહીદ થયા હતા
19 ઓગસ્ટે લદ્દાખમાં સેનાનું એક વાહન 60 ફૂટ ખાઈમાં પડી ગયું હતું, જેમાં 9 જવાનોના મોત થયા હતા. સેનાના કાફલામાં પાંચ વાહનો સામેલ હતા. જેમાં 34 જવાનો સવાર હતા. આ અકસ્માતમાં એક જવાન પણ ઘાયલ થયો હતો. વાહનના ડ્રાઈવરે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. જેના કારણે ટ્રક ખાડામાં પડી હતી.