મણિપુર આપણા દેશનું ટચુકડુ રાજ્ય છે ત્યાંના રાજકારણ અને બીજી ઘટનાઓ પર આપણે અને કેન્દ્ર સરકાર બન્ને વરસોથી ધ્યાન આપતાં નથી. લગભગ ૧૧૦૦ થી. વધુના ટોળાંએ પોલીસની હાજરીમા આતંક મચાવ્યો.મુખ્યમંત્રી બીરેન સિંહ સાચું કહે છે આ બે મહિલાઓ પર જ બળાત્કાર નથી થયો.બીજી ડઝનબંધ મહિલાઓ પર બળાત્કાર થયો છે સેંકડો ઘરમાં લૂંટફાટ થઈ.સેંકડો ઘર સળગાવવામાં આવ્યા છે કરોડો રૂપિયાની મિલ્કતો આગમાં સ્વાહા થઈ છે લોકોને પહેરેલે કપડે ઘરબાર. છોડી ભાગવું પડ્યું છે સૌથી વધુ આઘાતજનક વાત એ છે કે ઘટના અઢી મહિના પહેલે બની છે વિડિઓ વાયરલ થતા આપણને જાણ થઈ છે હમણાં સુધી બધા આરામથી સુતા હતા.
આપણી લાગણી કોઈ ફિલ્મના એક સાવ ફાલતુ ગીતમાં બીકીનીના કલરમા દુભાઈ જાય છે બળાત્કારો લૂંટફાટ આગજની હત્યા પર આપણે બધા ચૂપ થઈ જઈએ. છે માણસ પર પેશાબ કરવામાં આવે છે એક નેતા મારફ્ત પોતાની મોજડીમાં પાણી નાખી એ ગંદુ વાસ મારતું પાણી પીવા એક ગરીબ વ્યક્તિને મજબુર કરાય છે ત્યારે આપણે કેમ કઇ થતું નથી? આપણી સંવેદના લાગણીઓ મરી ગઈ છે આપનો અંતરઆત્મા મરી પરવાર્યો છે આપણે જાડી ચામડીના રીઢા માણસ માણસ નહી જાનવર બની ગયા છે.
આપણામાં અને પશુઓમાં હવે કઇ વધારે ફરક રહ્યો નથી આપણામાં જંગલીપણું પ્રવેશી ગયું છે આપણે હિંસક બની ગયા છે આપણું મગજ ભ્રમિત થઈ ગયું છે કોઈ ઘટના બનાવની આપણા પર કોઈ જ અસર થતી નથી આપણને કોઈ બનાવ વિચલિત કરતો નથી લાગે છે કે આ પૃથ્વી પર હવે માનવ વસ્તી રહી નથી.બધે જંગલીઓ અને જંગલી વસાહતો જ રહી છે માનવ જાતિ ધીરેધીરે નાશ પામી રહી છે જંગલીઓ અને જંગલરાજની બોલબાલા વધી રહી છે હવે આપણને કોઈ બચાવી શકે એમ નથી.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.