Charchapatra

તમે ખરેખર પર્યાવરણપ્રેમી છો?

પર્યાવરણપ્રેમીઓ પર્યાવરણના રક્ષણ માટે પોતાના જીવનને પણ મુશ્કેલીમાં મૂકતાં ખંચકાતા નથી એનું ઉત્તમ ઉદાહરણ લદ્દાખના સમાજસુધારક, પર્યાવરણપ્રેમી અને મિકેનિકલ એન્જિનિયર ઉપરાંત જેમના જીવન ઉપર આધારિત થ્રી ઇડિયટસ ફિલ્મ બની છે એવા સોનમ વાંગચૂક છે. જેઓ લદ્દાખને ઔદ્યોગિકીકરણના વિકાસથી થતા શોષણ સામે બચાવવા માટે 40 સે. વાતાવરણમાં ખોડુંગલામાં 26મી જાન્યુઆરીથી પાંચ દિવસ માટે ભૂખ હડતાળ પર ઉતરવા જઇ રહ્યા છે. માઇનસ ડીગ્રીમાં જયાં માત્ર બરફની ચાદર છવાઇ રહેલ છે ત્યાં કલાઇમેટ ફાસ્ટ કરવાથી તેમના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઇ શકે એવી સંભાવના છે. ઔદ્યોગિકીકરણના વધુ પડતા વિકાસને કારણે હાલ લદ્દાખના 2/3 ગ્લેશિયર લુપ્ત થવાને આરે છે. ભારતમાતાના મુગટ સમાન પ્રાકૃતિક સૌંદર્યથી સજ્જ આ વિસ્તારની સુરક્ષાની જવાબદારી કોની? આવા વિસ્તારના સૌંદર્ય માટે આપણે એક પર્યાવરણપ્રેમી ભારતીય નાગરિક ગુમાવવાની જરૂરિયાત ખરી? દેશની આ કુદરતી સંપત્તિ સમાન ગ્લેશિયરને બચાવવા માટે વિચારવું ખૂબ જ જરૂરી છે.
સુરત     – ભાવિશા ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

જો હું શિક્ષક ના હોઉં તો!
શાળામાં ઉજવતા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, એકમ કસોટીઓ, જયંતિઓની (ફોર્માલિટી માટેની ) ઉજવણીઓ, વારંવાર યોજાતી હરીફાઈઓ અને આવી હરીફાઈઓમાં અનિચ્છા એ માત્ર આંકડા મોટા બતાવવામાટે કરાતા રજીસ્ટ્રેશન અને આવુ ઘણું શાળાઓમાં ચાલે છે. ત્યારે શાળાનો મુખ્ય ધ્યેય જે શિક્ષણ આપવાનો છે, અધ્યયન અધ્યાપન નો છે એ ક્યાંયે ભુલાતો જાય છે. વર્ગમાં ભણવા આવતા જ્ઞાનપીપાસુ વિદ્યાર્થીઓ દરરોજ કોઈ અવનવી પ્રવૃત્તિ નો ભોગ બને અને નિયમિત શિક્ષણ ના થઇ શકે અથવા શિક્ષકો બી. એલ. ઓ. કે પછી એવા બીજા કોઈ સરકારી કાર્ય કરવામાં વ્યસ્ત હોય.વિદ્યાર્થીઓ ફરી ભણવાના ઉમંગને દબાવી બીજા દિવસે આતુરતાથી ભણવાની અને શિક્ષક ભણાવવાની રાહ જુએ છે. ત્યારે ગળ શુંથી માં જેને શિક્ષત્વ મળ્યું છે એવા દરેક શિક્ષકને એવો વિચાર જરૂર આવતો હશે “ જો હું શિક્ષક ના હોઉં તો!” તોજ કદાચ માત્ર શિક્ષક તરીકે કરવાનાં કાર્યો, મુખ્યત્વે વિદ્યાર્થીઓની જિજ્ઞાશા સંતોષવી, સંતોષકારક અધ્યાપન કરવું શક્ય બને.
વડોદરા – દિપ્તી ધવલ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top