અતિશય મુશ્કેલ કામ છે. આપણામાંથી ઘણાખરા મતદારાઓ આ બે માંથી એકે ય વર્ગમાં 100 ટકા વફાદાર રહી શકતા નથી. નાગરિક તરીકે આપણે આપણી જાતને છતી કરવી હોય તો આપણને નિયમોની અને કાનુનની વાતો ખુબ સરસ રીતે કરતા આવડે છે અને એક સારા નાગરિક તરીકે આપણે અમલ કરવાનો વખત આવે ત્યારે ઘણા લોકો વ્યવહારુ બની જાત સાથે છેતરપિંડી કરે છે. મતદાતા તરીકે આપણે ફકત વાણી વિલાસ, ધર્મના ઝનુનમાં આપણી ભાવના કોણ પોષે છે તે ધ્યાનમાં રાખીને કે અમુક વ્યકિત સિવાય હવે દેશ ચાલી શકે તેમ જ નથી, માની તે વ્યકિતને સર્વોચ્ય પદે બેસાડવા એરાગેરા નથ્થુગેરા જેવી વ્યક્તિઓને આપણા સ્થાનિક પ્રિતનીધી બનાવી દઇએ છીએ.
પરિણામે છેલ્લા દસ વર્ષથી આમ તો ઘણા વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે આપણા વિસ્તારનો તો ઠીક, પણ આપણા રાજ્યના તમામ લોકસભાના સાંસદોનો ઇતિહાસ તપાસીએ તો જણાશે કે સાંસદમાં તેઓમાંથી ભાગ્યે જ કોઇએ કોઇ રજૂઆત કરી છે. હવે ફરી પાછી આપણે બે વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરી તે સ્વરૂપ ધારણ કરી તે સ્વરૂપને યોગ્ય ન્યાય આપવાનો સમય આવનાર છે. ફરી પાછા શબ્દોની માયાજાળ અને વાક્છટાથી અંજાઇ જઇને આપણે કોઇ ભૂલ કરીએ તે પહેલા જાત સાથે મનોમંથન કરી લેવું જરૂરી બનશે. નક્કી લોકશાહીને બચાવવાની તરફેણમાં કે ભવિષ્યમાં કયારેય કોઇ ચોક્કસ વ્યક્તિ કે એકાદ તેના સાથીના હાથમાં જ દેશ સોંપી ભારતમાં ચૂંટણી શબ્દ જ નષ્ટ થઈ જાય તેની તરફેણ કરો છો. આપણી જાતને તપાસવી જરૂરી બનશે કે હું ભારતનો નાગરિક છું કે ફકત મતદાતા જ રહેવા માગું છું.
સુરત – રાજેન્દ્ર કર્ણિક-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શ્રાવણના પર્વોમાં પ્રકૃતિ અને પર્યાવરણનું પુજન
વરસાદે વિરામ લીધો છે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યાંરે શિવાલયોમાં ભક્તોની ભીડ જામી છે. શ્રાવણ મહિનામાં તહેવારોની હેલી જામી છે ત્યાંરે વ્રતોનો પ્રારંભ થયો છે. આજથી લગભગ ચાર દાયકા પહેલાની શીતળા સાતમની ઉજવણીની વાતમાં મન પહોંચી ગયું.રાંધણ છઠના દિવસે મારી માં રસોઈ બની ગયા પછી સગડી ઠારતા હતા. સગડીને ઠંડા પાણીથી ઠારતા હતા.અને તેની ઉપર લાલ ઘેરું લગાડે.આ સગડી નવી થઈ જતી.તેને કંકુ ચોખાના ચાંદલા કરે ઘરના બધા સભ્યો સગડીની પૂજા કરી પગે લાગતા.આવું કાયમ ચાલતું.
હવેતો સગડી પણ નથી, પણ માં ગેસના ચુલે કરો એમ કરાવતા. આ પ્રક્રિયા કે વિધીમાં આજે એવું સમજાયું કે અહીં પર્વ સાથે પ્રકૃતિનું સ્મરણ અને પર્યાવરણના સંવર્ધન અને સંરક્ષણની ભાવના રહેલી છે.આ કોઈ અંધશ્રદ્ધા જેવો ભાવ નથી પણ પ્રકૃતિ અને પર્યાવરણની પુજાનો ભાવ છે. નાગ પાંચમ ના દિવસે લોટ નો નાગ અને નોળીયા નોમના દિવસે લોટના નોળીયા ની પુજા, પ્રાણીઓ અને પ્રકૃતિ ની રક્ષણ નો ભાવ છે. ટોપલીમાં જવારા ઉગાડવા અને કાજલી ત્રીજ ના દિવસે જવારા ની પૂજા કરવી એ પણ પ્રકૃતિ તત્વો ની પૂજા છે.
સુરત – કિરીટ મેઘાવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.