Charchapatra

સી.બી.આઇ અને ઇ.ડી.ના દરોડા ખોટા છે?

કેન્દ્ર સરકારની સી.બી.આઇ. અને ઇ.ડી.ની કાર્યપધ્ધતિની ચર્ચાઓ દેશમાં વિપક્ષો દ્વારા કરવામાં આવે છે. કારણ કે આ કાર્યવાહી તેમને તેમની વિરુધ્ધ લાગે છે પરંતુ આ બન્ને એજન્સીઓ દ્વારા દેશ અને સમાજહિતમાં નીચેની કાર્યવાહીઓ પણ કરવામાં આવી રહેલ છે, જેની નોંધ પણ હવે રાજકીપ પક્ષો સહિત સર્વેએ લેવાની જરૂર છે. સી.બી.આઇ. (1) એન.સી.બી. અધિકારી સમીર વાનખેડે પર સીબીઆઇએ કેસ દાખલ કરી તેમના ઘર સહિત દેશભરમાં 29 સ્થળોએ દરોડા પાડયા છે. (2) બ્રિટનની એરોસ્પેસ અને ડીફેન્સ કંપની રોલ્સ રોયસ સામે ભ્રષ્ટાચારના સીબીઆઇએ કેસ કરેલ છે.

(3) બેન્કોને 6524 કરોડ રૂપિયાના નુકસાન બદલ સીબીઆઇએ આઇ.એસ એન્ડ એફ.એમ. ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક લિમીટેડ સામે કેસ કરેલ છે. (4) મહારાષ્ટ્રના રાયગઢની લોહા ઇચ્પાત કંપની સામે બેન્કો સાથે 1017 કરોડ રૂપિયાની છેતરપિંડી સામે સીબીઆઇએ કેસ કરેલ છે. (5) બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં સિગ્નલ સાથે ચેડાંની આશંકા સાથે સીબીઆઇએ કેસ કરેલ છે.  ઇ.ડી.

(1) સિક્કીમના લોટરી કાંડમાં લોટરી કીંગ માર્ટીનની 457 કરોડ રૂપિયાની ઇ.ડી.એ. જપ્ત કરેલ છે. (2) ટેન્ડર દસ્તાવેજોમાં ચેડાંથી છેતરપિંડી કર્યાના આરોપસર ઇ.ડી.એ. ગુરગ્રામમાં એન.એસ.જી.ના પૂર્વ અધિકારીની 45 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. (3) સીરમ ઇન્સ્ટીટયુટના ડાયરેકટર અને સાયરસ પુનાવાલાના (કોવિડ રસીવાળા) ભાઇ જવાહેર સોલી જુનાવાલાની ફેમાના ઉલ્લંઘન બદલ 41 કરોડ રૂપિયાની મિલ્કત ઇડીએ જપ્ત કરેલ છે. (4) ઓન લાઇન ગેમીંગ પોર્ટેલ દ્વારા ગેરકાયદે મોકલેલ વિક્રમ રકમ ગણી શકાય એવા 4000 કરોડ રૂપિયાની રકમ પકડી પાડી ઇ.ડી.એ કેસ કરીને અનેક કંપનીઓ પર પાડેલ દરોડા. (5) 3986 કરોડ રૂપિયાની ત્રણ બેંક છેતરપિંડી કેસમાં ઇ.ડી.એ. ચેન્નાઇમાં 248 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top