Comments

બોલરો હલકી કક્ષાના હોય છે?

બ્રિટીશ પત્રકારો અને ક્રિકેટરો તેમની મહિલાઓની ટીમ પર ભારતના વિજય બદલ હજી બડબડાટ કરે છે. વિવાદ એવો છે કે આપણી દીપ્તિ શર્માએ તેમની છેલ્લી ખેલાડીને નોન સ્ટાઇકર છેડેથી ક્રીઝ છોડીને આગળ વધી જવા બદલ રન આઉટ કરી હતી. નિયમ ખૂબ સ્પષ્ટ છે. છેક 2017માં સ્પષ્ટતા આપણી બોલર આર. અશ્વિનીની તરફેણમાં થઇ હતી. એમ.સી.સી.ના આગલા નિયમ પ્રમાણે બોલરોને બોલ નાંખતાં પહેલાં જ નોન સ્ટાઇકરને રન આઉટ કરવાની છૂટ હતી. હવે તમામ સ્તરે રમાતી ક્રિકેટમાં બોલરો બોલ નાંખવાની અપેક્ષિત ક્ષણ સુધીમાં નોન સ્ટ્રાઇકરોને રન આઉટ કરી શકશે. દીપ્તિ શર્માને નિયમનું પાલન કરવા બદલ દોષિત ગણવામાં આવી હતી. બ્રિટીશરોની લાગણી એવી છે કે દીપ્તિએ નોન સ્ટાઇકરો રન આઉટ કરતાં પહેલાં ચેતવણી આપવી જોઇતી હતી. કેમ?

બેટધરોને બીજો બોલ નંખાય ત્યાં સુધીમાં ક્રીઝની બહાર જવું હોય તો બોલરો કે કીપરોને ચેતવણી આપવાની કે માહિતી આપવાની કોઇ જવાબદારી નથી? ક્રિકેટના રાષ્ટ્રકુળમાં બોલરો ઉતરતી કક્ષાના છે? તેને નીચા પાડવા કે વિચલિત કરવા નિયમો લખાયા જ કરે છે અને લખાયા જ કરે છે. આપણને ઘણી વાર કહેવામાં આવે છે કે ક્રિકેટ બેટસમેનની રમત છે. પણ જે રીતે આઇ.સી.સી. બોલરો માટે જીવવાનું મુશ્કેલ કરે છે તે ક્ષોભજનક છે.

બેટસમેનનું શરીર બોલ અને સ્ટમ્પ્સની વચ્ચે આવે તો બોલર લેગ બિફોર વિકેટની અપીલ કરી શકે પણ બોલ લેગ સ્ટમ્પની બહાર પડે કે 1970ના દાયકાના નિયમ મુજબ તેને ઓફ સ્ટમ્પ બહાર વાગે તો તે બચી જાય. ફાસ્ટ બોલર માટેનો આગલા પગમાં નિયમ 1960ના દાયકાથી બદલાતા બોલર વધુ ક્રમોમાં ખેંચાયો. બાઉન્સરો પરની મર્યાદા હજી વધુ તાજી છે. ટોચની કક્ષાની ક્રિકેટમાં ઇજા ઝાઝે ભાગે થતી ન હોવા છતાં બોલરો તેની પહેલી બોલ જોખમી હોય તો ચેતવણી અપાય છે.

30 વારના વર્તુળ અને પાવર પ્લે અને લેગ સાઇડની મર્યાદાઓ દ્વારા મેદાનનાં તમામ નિયંત્રણો બોલરો પર મૂકવામાં આવે છે. ફ્રી હિપ્સ, આગલા પગના પહેલા નોબોલ અને 2015 પછી તમામ નો બોલ પર બેટસમેનને કાયમ ઇનામ અપાય છે અને બોલરોને શિક્ષા થાય છે. નિયમો પ્રમાણે બોલરોને તેમની ભૂલ બદલ તરત જ શિક્ષા થાય જેમકે વાઇડ બોલ, નો બોલ વગેરે પણ પિચ પર દોડનારા બેટસમેનને બિન શિક્ષાત્મક ચેતવણી જ મળે છે! બેટસમેન ઇજા પામે અને દોડીન શકે તો તેને રનર મળે અને ઇજા પામીને બેસી ગયા પછી તરત જ રમવા પાછો આવી શકે. પણ બોલરો નહીં, એક દિવસની મેચ હોય કે ટી-20 તો બોલરો મર્યાદિત સંખ્યામાં જ ઓવર નાંખી શકે પણ એક બેટસમેન કેટલી ઓવર રમી શકે તેની કોઇ મર્યાદા નથી.

બોલરો સામે હુમલામાં કોઇ મર્યાદા નથી. દરેક સુધારા વધારા ફેરફાર બોલરોને હલકા પાડવા જ થાય છે. ડી.આર.એસ. સિસ્ટમ બોલરો માટે માફક આવતી હોવાનું લાગે પણ સાચા અર્થમાં એવું નથી. 2017ના એક અભ્યાસમાં જણાયું છે કે ડી.આર.એસ. સિસ્ટમમાં બોલરોની તરફેણમાં માત્ર 20 ટકા જ વ્યવહાર રાખવામાં આવે છે જયારે 34 ટકા વ્યવહાર બેટસમેનની તરફેણમાં જ હોય છે.

આ સિસ્ટમના સિસ્ટમચારમાં પણ બોલરોની સામે બેટસમેનના માથા પર હાથ મૂકવામાં આવે છે. બેટસમેન રીવર માંગી શકે છે જયારે બોલરે તેના કેપ્ટનને જ વિનંતી કરવી પડે. રીવર્સ હિટસ, સ્વિપ હિટસ વગેરે પ્રકારના તમામ બેટિંગ કૌશલ્ય સ્વીકાર્ય છે અને તેને વધાવી પણ લેવાય છે જયારે બોલિંગ કૌશલ્યને છેતરપિંડી તરીકે જોવાય છે. ન્યૂઝીલેન્ડ સામે અન્ડર આર્થ બોલિંગ કરવાની પોતાના ભાઇને સૂચના આપતી વખતે ગ્રેગ ચેપલ કાયદાની મર્યાદામાં હતો પણ ક્રિકેટની ભાષામાં તેની સામે દુર્વ્યવહાર થયો.

બોલરોને કાયદા જફા નહીં પહોંચાડે ત્યાં એસોસીએશન જફા પહોંચાડતા હોય છે. ઓસ્ટ્રેલિયામાં દેખીતી રીતે ઓફબ્રેક એકશનમાં લેગબ્રેક બોલ નાંખવાની શૈલી દૂસરા નાંખવા પર 2009માં પ્રતિબંધ મૂકી કહ્યું કે તે બેદરકારીનું પરિણામ છે. બેટસમેન પર કેમ કોઇ નિયંત્રણ નહીં? ડેનિસ લિલી એલ્યુમિનિયમનું બેટ લઇ બહાર આવ્યો જયારે તેની ટીકા થઇ હતી પણ આધુનિક બેટ બ્રેડમેન, સોબર્સ અને ગાવસ્કરના બેટ કરતાં અલગ જ લાગે છે. બોલ એક સદીથી જેમના તેમ રહ્યા છે અને બોલરો ટેસ્ટ ક્રિકેટમાં ઉત્તમ કક્ષાના ડયૂકસ બોલથી રમવાની માંગણી કરે છે પણ ભારત આવતા બોલરોના મતે હલકી કક્ષાના કહેવાય તેવા બોલ વાપરે છે.

બેટસમેને નિયમોમાં ફેર થવાથી બોલરોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છગ્ગાની સંખ્યામાં નુકસાન થયું છે. આધુનિક યુગના સૌથી ઝંઝાવાતી બેટસમેન સર વિવિયન રિચાર્ડઝે તેની પંદર વર્ષની કારકિર્દીમાં 210 છગ્ગા માર્યા છે અને છગ્ગા મારનારાઓની યાદીમાં તેનો ક્રમ 22મો છે.

બોલિંગને હેરોલ્ડ લારવૂડના કાળથી હલકી નજરે જોવામાં આવે છે. ખરેખર તો જાર્ડીને બોડી લાઇનની શોધ કરી હતી પણ લારવૂડને તેના બદલ શિક્ષા કરવામાં આવી હતી. આજે દલિત ક્રિકેટર બાલુ પલવંકર સુધી આ સિલસિલો ચાલતો આવ્યો છે.
ભારતમાં બોલિંગ અને બોલરોને સહન કરવું પડયું છે બલ્કે બોલરોની અવદશા માટે ભારતે આગેવાની લીધી છે. સર્વકાલીન ભારતીય ઇલેવન બનાવવાની કોશિષ કરો અને જુઓ.

બેટિંગ વિશ્વ કક્ષાનું છે. ગાવસ્કર, સેહવાગ,કોહલી, તેંડુલકર, દ્રવિડ, બોલરો કપિલદેવ, કુંબલે, હરભજન અને અશ્વિન આમાંના પહેલા ત્રણ ત્રીસ રનની સરેરાશે એક વિકેટ લે છે અને તેઓ ઓસ્ટ્રેલિયનો, વેસ્ટઇંડિયનો કે પાકિસ્તાનની હરોળમાં નહીં આવે. ટેસ્ટ ક્રિકેટમાં આપણા ખેલાડીઓમાં બુમરાહ (35મો ક્રમ) અને આર. અશ્વિન (72મો ક્રમ) છે. આનું કારણ એ છે કે આપણે બોલરોને હલકી નજરે જોઇએ છીએ અને બેટસમેન આપણા દેવતા છે. શંકાનો લાભ કાયમ બેટસમેનને જ મળે…કેમ?
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top