પ્રથમ હેલમેટની વાત કરીએ તો હાલના રસ્તાઓથી દ્વિચક્રીય વાહનચાલકોનાં કેડના મણકા તૂટી રહ્યા છે. તેમાં હેલમેટના વજનથી ગરદનના મણકા પણ બરબાદ થતાં જશે, જયારે વાહન ગતિમાં ચલાવી શકાતું નથી ત્યાં હેલમેટ માટે આગ્રહ રાખવો શું યોગ્ય જણાય છે? એમાં માનવતા જણાય છે? હેલમેટનો નિયમ વર્ષો પુરાણો છે જયારે હાલના તબક્કે એકદમ જોરદાર અભિયાન કંઇક શંકા પ્રેરે એ સ્વાભાવિક છે. બીજી વાત. વાહનોની લાઈટ હંમેશા ચાલુ જ રહેવા બાબત. જયાં ધુમ્મસ હોય, ધૂંધળું દેખાતું હોય ત્યારે વાહનચાલક સ્વાભાવિક પોતાના વાહનની લાઈટ ચાલુ કરે જ. 35 થી 42 સુધીના તાપમાનમાં ગાડી પણ ગરમ થતી હોય.
ઉપરાંત ડાયનામા ગરમ થાય. એન્જિન ગરમ થાય. એટલે ગાડીના વાયરનું સોલ્ડરીંગ પીગળે અને ગાડી સળગી ઊઠે એ સ્વાભાવિક છે. ત્રીજી વાત. એલ.ઈ.ડી. લાઈટની. વાહનમાં એલ.ઈ.ડી. લાઈટનો ઉપયોગ થઇ રહ્યો છે. આ પ્રકાશથી સામે આવતું વાહન હોય કે રસ્તો ક્રોસ કરતો રાહદારી હોય એની આંખો અંજાઈ જવાથી રસ્તો પ્રસાર કરવામાં અકસ્માત થાય છે. હાલમાં ગાડી પ્રસાર કરવામાં અકસ્માત થાય છે. હાલમાં રસ્તો પ્રસાર કરવામાં અકસ્માત થાય છે. હાલમાં ગાડી સાથે ગાડી લકઝરીના અકસ્માત થઇ રહ્યા. આ બાબતોએ ત્વરિત પગલાં લેવાથી અનેક અકસ્માતો અને અકસ્માતોથી થતા અવસાન નિવારી શકાય.
અમરોલી – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
નિહોન હિડાન્કયો…
નોબલ શાંતિ પુરસ્કાર એક એવા શહેરને મળ્યું, જે અમેરિકાના બોમ્બમારાથી બચી ગયેલા અહીં એક જાપાનીઝ મંડળ બનાવાયું છે. જે સંગઠન સતત શાંતિ માટે ઝઝૂમે છે. આ સંગઠન અણુહુમલામાં શારીરિક પીડા ભોગવનારાને માટે રાહતરૂપ છે. સમસ્ત દુનિયાના દેશો માટે સમાચાર આનંદદાયક છે. માભને સાંઢ બનેલા દુનિયાના કેટલાક વિભાગો માટે આંચકો. સમાચારોમાં સાંભળીએ છીએ, રોજિંદા અકસ્માતો ગેંગરેપ અરે કેટલીક શિક્ષણ સંસ્થાઓ સુદ્ધાં અભડાઇ! ગાંધીનું ગુજરાત કયા માર્ગે ફંટાઈ રહ્યું છે! દુનિયાઈ જીવન પરિસ્થિતિના સતત ધસમસતા પ્રવાહ સમું છે. ભલે આપણી પાસે કંઇ ન હોય તો પણ સાચી હકીકતને ટેકો, દિલાસો, ઉત્સાહ તો આપી શકીએ. ભારત હિમાયતી છે જ. પ્રત્યેક દેશમાં જરૂરી. નિહોન હિડાન્કયોના પ્રયત્નો બિરદાવવા.
સુરત – કુમુદભાઈ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.