સલમાન ખાનનો (Salman Khan) ભાઈ અને ફેમસ એક્ટર-ડિરેક્ટર અરબાઝ ખાનના (Arbaz Khan) બીજી વારના લગ્નમાં (Marriage) સમગ્ર પરિવાર શામેલ થયો હતો. અરબાઝ 24 ડિસેમ્બરે તેની ગર્લફ્રેન્ડ શૌરા ખાન સાથે નિકાહ (Nikah) થયા હતા. અરબાઝ અને શૌરાના લગ્ન અભિનેતાની બહેન અર્પિતાના ઘરે થયા હતા. આખો ખાન પરિવાર અને અરબાઝનો પુત્ર અરહાન પણ હાજર રહ્યા હતા. આ ખૂબ જ ખાનગી સમારોહ હતો જેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ જ હાજરી આપી હતી. પિતા સલીમ ખાન, માતા સલમા, સોહેલ ખાન, રવિના ટંડન, રિદ્ધિમા અને અન્ય નજીકના લોકો 56 વર્ષના અરબાઝના નિકાહમાં હાજરી આપવા આવ્યા હતા. લગ્નની સાથે સાથે અર્પિતા ખાન શર્માના ઘરે તમામ વિધિઓ પણ થઈ રહી છે. અરબાઝ ખાન-શૌરા ખાનના લગ્નમાં સલમાન ખાન સિમ્પલ લુકમાં જોવા મળ્યો હતો.
અરબાઝ ખાન રવિવારે 24મી ડિસેમ્બરે તેની બહેન અર્પિતા ખાનના ઘરની બહાર જોવા મળ્યો હતો. અરબાઝ ખાન બ્લુ ડેનિમ અને વ્હાઇટ શૂઝ સાથે બ્લેક ટી-શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો. આંખના પલકારામાં અરબાઝ ખાન ઝડપથી કારમાંથી બહાર આવ્યો હતો અને અર્પિતાના ઘરમાં પ્રવેશી ગયો હતો. અભિનેત્રી રિદ્ધિમા પંડિત પણ અરબાઝ ખાનના લગ્નમાં હાજરી આપવા આવી હતી. અરબાઝના લગ્નમાં સોહેલ ખાન અને તેના પુત્ર નિર્વાને પણ હાજરી આપી હતી. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. નિકાહ સમારોહમાં સલમાન ખાનની નજીકની મિત્ર યુલિયા વંતુર પણ આવી હતી. અરબાઝ ખાન-શૌરા ખાનના લગ્નમાં તેમના પરિવારના સભ્યો સાથે બોલિવૂડની કેટલીક જાણીતી હસ્તીઓ પણ જોવા મળી હતી. રવીના ટંડન રિતેશ દેશમુખ-જેનેલિયા ડિસોઝા અને બાળકો સાથે જોવા મળી હતી.
જણાવી દઈએ કે અરબાઝ ખાને આ પહેલા 1998માં મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા. થોડા વર્ષો પછી તેઓ પુત્ર અરહાનના માતાપિતા બન્યા હતા. અરબાઝ અને મલાઈકાની લાઈફમાં બધુ બરાબર ચાલી રહ્યું હતું પરંતુ ધીરે ધીરે મતભેદ થવા લાગ્યા હતા અને પછી 2017 માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. મલાઈકાથી અલગ થયાના થોડા વર્ષો પછી અરબાઝે મોડલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તેમના લગ્નના અહેવાલો આવ્યા હતા પરંતુ દોઢ વર્ષ પહેલા તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. જ્યોર્જિયાથી અલગ થયા બાદ શૌરા ખાને અરબાઝના જીવનમાં પ્રવેશ કર્યો અને હવે તેણે તેને પોતાની લાઈફ પાર્ટનર બનાવી લીધી છે.