વડીલોનું પ્રમાણ માત્ર ભારતમાં જ નહીં, દુનિયાના ઘણા દેશોમાં ધ્યાન માંગી લેતી સમસ્યા છે. વડીલોમાં રહેલી પરિપકવતા, અનુભવસમૃધ્ધિ, ડહાપણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. એટલે જ કહેવાય છે કે ‘ઘરડાં વિના ગાડાં નહીં વળે.’ વડીલોની દરકાર કુટુંબીજનો ખાસ કરીને દીકરા કે દીકરી રાખે એ ખૂબ જરૂરી છે. નિવૃત્ત થતાં વડીલો શરીરે ખૂબ જ તંદુરસ્ત હોય છે તો એમને માટે સરકારે બીજી સગવડ કરવી જોઈએ જેથી દર મહિને મળતી આવક બંધ ન થઈ જાય અને પોતાની જિંદગી મોજથી જીવી શકે. દરેક નોકરીમાં પેન્શન મળતું નથી હોતું.
દા.ત. ક્રિકેટર નિવૃત્તિ લે તો કોમેન્ટેટર, કોચ કે સિલેક્ટર બની શકે છે તો આવી વ્યવસ્થા અન્ય વ્યવસાયના વડીલો માટે શા માટે થઈ શકતી નથી? વડીલોના જીવનની આર્થિક, સામાજિક અને સંવેદનાત્મક ખાધ પૂરવાની બાબતમાં કોઈ ભાગ્યે જ વિચારે છે. ટ્રાફિકની સમસ્યાથી અકળાઈને સરકાર વધારાના એરપોર્ટ, હાઈ વે અને જળમાર્ગ શરૂ કરી શકે છે તો વડીલોની સમસ્યા સરકારને કે નીતિ ઘડવૈયાઓને કેમ દેખાતી નથી? આ મુદ્દો વિચારવાલાયક છે અને એ માટે યોગ્ય પગલાં લેવાશે તો જ વડીલોની કદર થઈ ગણાશે.
અડાજણ, સુરત – શીલા સુભાષ ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અમેરિકાની રાજનીતિ
જગતના જમાદાર બનવા નિકળેલા USAને તાલિબાનોએ તમાચા મારી હોવા છતાં હજુ મમત છૂટતી નથી. પાકિસ્તાનના નેતાઓ પૈસા લઈ ગમે તે કરવા તૈયાર છે. પાકિસ્તાનના નેતાઓ સૌમ્ય-પોલીસોએ પંજાબ-કમિશનર સરહદે ડ્રગનો કારાબોર ચલાવી અબજો રૂપિયાની કમાણી કરી વિદેશ ભાગી ગયા. રશિંગની મુલાકાત લેનાર ઈમરાનને સેનાએ સત્તા પરથી દૂર કર્યા. બાંગલા દેશ, નેપાળ, લંકા, સહિત ભારતની આસપાસના દેશોને પૈસાના જોરે અમેરિકા આતંકવાદના જનક પાકિસ્તાની સેનાને અમેરિકા લાલઘુમ પાથરી બોલાવે છે. હુમલો પાકિસ્તાનના ઈશારે તો હવે તે અમેરિકા ભૂલી ગયું.
વલ્લભ વિદ્યાનગર-આણંદ- જગદીશ ડી. ઉપાધ્યાય- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.